HomeNationalInter Nationalઅમેરિકાના ગ્રીનવિલે નજીક કાર અકસ્માત થતા ગુજરાતી 3 મહિલાના મોત

અમેરિકાના ગ્રીનવિલે નજીક કાર અકસ્માત થતા ગુજરાતી 3 મહિલાના મોત

અમેરિકાના સાઉથ કેરોલિનાના ગ્રીનવિલે નજીક ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી કારના અકસ્માતમાં ત્રણ ગુજરાતી મહિલાઓના મોત થયા છે, જ્યારે એક મહિલાની હાલત ગંભીર છે. ત્રણેય ગુજરાતી મહિલાઓ આણંદ જિલ્લાના વાસણાના બોરસદ અને કાવીઠા ગામની છે.

અમેરિકાના જ્યોર્જિયા ખાતે રહેતા કાવિઠા ગામના રેખાબેન દિલીપભાઈ પટેલ, સંગીતાબેન ભાવનેશભાઈ પટેલ અને મનીષાબેન રાજેન્દ્રભાઈ પટેલ સહિત આ ચાર મહિલાઓ એટલાન્ટાથી ગ્રીન વિલા, સાઉથ કેરોલિનામાં જઈ રહી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કાર ઓવરપાસ સાથે અથડાઈ હતી. ટ્રાફિકની ચાર લેન વટાવીને તે ઝાડીમાં 20 ફૂટ ઊંચા ઝાડ સાથે અથડાઈ હતી. ફસાઈ ગયો હતો.


એસયુવી એકથી વધુ જગ્યાએ અથડાયા બાદ કારના ટુકડા થઈ ગયા હતા અને ત્રણ મહિલાઓના મોત થયા હતા જ્યારે એકની હાલત ગંભીર હતી.આ બનાવની જાણ કાવીઠા અને વાસણા બોરસદ પહોચતાં સ્વજનોમાં શોકની લાગણી ફેલાઇ હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW