HomeGujaratમોરબીના તનિસ્ક શો રૂમમાં છેતરપીંડીમાં ઝડપાયેલા4 આરોપીઓની ધરપકડ, 7દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના તનિસ્ક શો રૂમમાં છેતરપીંડીમાં ઝડપાયેલા4 આરોપીઓની ધરપકડ, 7દિવસના રિમાન્ડ મંજૂર

મોરબીના તનિસ્ક શો રૂમમાં કામ કરતા મેનેજર સેલ્સ સ્ટાફ,દગીના રિપેર કરનાર સ્ટાફ સહિતના 5 લોકો દ્વારા રું.2.53કરોડના દાગીના બારોબાર વેચી દઈ તેમજ કેટલાક દાગીના પર પર્સનલ લોન લઇ સ્ટોરના ફ્રેંચાઈઝી ભાગીદાર સાથે છેતરપિંડીના કરાઇ હતી. આ ઘટનાંમાં સ્ટોર માલિકે નોધવેલી ફરિયાદ આધારે સ્ટોર મેનેજર, સેલ્સ સ્ટાફ સહિતના 4 આરોપીની ધરપકડ કરી હતી અને તેને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.કોર્ટે ઝડપાયેલ ચારેય આરોપીઓના 7દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.પોલીસે ઝડપાયેલ તમામ આરોપીઓ દ્વારા છેતરપીંડી કરી મેળવેલા રૂપિયા નું શું કર્યું, કેટલા રૂપિયા ક્યાં છુપાવ્યા છે  અન્ય કેટલા આરોપીઓ ની સંડોવણી છે. કોની શું શું ભૂમિકા છે તેની ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરી છે તેમજ છેતરપીંડી થયેલા દાગીના અને રોકડ રકમ પરત મેળવવા ચક્રો ગતીમાન કર્યા છે.

મોરબીના રામ ચોક વિસ્તારમાં  આવેલ ટાટા કંપનીના તનિષ્ક શોરૂમની જામનગરના એક ભાગીદાર સાથે ભાગીદારીમાં  ફ્રેન્ચાઈજી ધરાવતા વિમલભાઇ બાવનજીભાઇ ભાલોડીયાના સ્ટોરમાં કામ કરતા સ્ટાફ દ્રારા છત્તર પીંડી આચરવા આવી હોવાની મોરબી સિટી એ ડિવિઝન  પોલીસ મથકમાં ફરિયાદ.નોંધવી હતી જેમાં  શોરૂમમાં મેનેજરની પોસ્ટ ઉપર કામ કરતા મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી, બુટિક સેલ્સ ઓફિસર ધવલ અલ્પેશભાઇ પટની, દાગીના રીપેર કરવાની કામગીરી કરતા આશીષ ગુણવંતભાઇ, રિટેઇલ ઓફિસર ઇરફાન સાદીકભાઇ વડગામા અને ભાવના પ્રેમજીભાઇ સોલંકી વિરુદ્ધ રૂપિયા 1,56,14,000ની ઉચાપત કરી દાગીનાઓ બરોબર વેચી માર્યાની તેમજ લગભગ98લાખની કિંમતના અન્ય દાગીના પર બારોબાર ફાયનાન્સ કંપની પાસેથી પર્સનલ લોન લi છેતરપીંડી કરવા અંગેની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મહિલા ભાવના સોલંકી સિવાયના ચારેય આરોપીઓની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપી મેનેજર હરીભાઇ જયંતીલાલ ભટી સહિતના ચારેય આરોપીઓને સાત દિવસના રિમાન્ડ ઉપર સોંપવા હુકમ કર્યો હતો.આ છેતરપિંડી થી કેસમાં અગાઉ થર્ડ પાર્ટી ઓડિટ કરી બધું બરાબર હોવાનો રિપોર્ટ આપનાર ઓડિટર રીન્કુ ભાટિયા અને હિરલ કનોજિયા સામે પણ આશંકા વ્યક્ત કરવામાં આવતા પોલીસે મહિલા આરોપી સહિતના અન્ય આરોપીઓને ઝડપી લેવા તજવીજ શરૂ કર્યાનું જાણવા મળે છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW