અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન લિ. (“APSEZ”) એ 31 માર્ચ, 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટર અને બાર મહિનાના તેના પરિણામો આજે જાહેર કર્યા છે.
APSEZ નાપૂર્ણકાલિન ડાયરેકટર અને સી.ઇ.ઓ. અશ્વની ગુપ્તાએ જણાવ્યું હતું કે કંપનીમાટે ઓપરેશનલ અને ફાઇનાન્શિયલ બંને આંકડાકીય દ્રષ્ટીએ નાણાકીય વર્ષ- 24 મેટ્રિક્સ પર ઘણા નવા સીમાચિહ્નો રેખાંકીત કરતું વર્ષ રહ્યું છે. APSEZ એ કાર્ગો, આવક અને EBITDA પર નાણાકીય વર્ષની શરૂઆતમાં પૂરા પાડવામાં આવેલ માર્ગદર્શનના ઉપલા છેડાને 6% -8% થી આગળ વધાર્યું, જ્યારે વર્ષનું ચોખ્ખું દેવું અને EBITDA ગુણોત્તર 2.5x ના માર્ગદર્શન સામે 2.3x સાથે સમાપ્ત થયું. કંપનીનું એન્ડ-ટુ-એન્ડ સર્વિસનું બિઝનેસ મોડલ, ચાવીરૂપ ગ્રાહકો સાથે વ્યૂહાત્મક ભાગીદારી, તેના પોર્ટ ઓફ સ્ટ્રિંગ દ્વારા નેટવર્ક ઇફેક્ટનો લાભ ઉઠાવવો અને ઓપરેશનલ કાર્યક્ષમતા પર ધ્યાન કેન્દ્રિત કરવાથી સ્પષ્ટ પરિણામો મળી રહ્યા છે.એમ તેમણે કહ્યું હતું.
બે વર્ષથી ઓછા સમયમાં 100 MMT ના વધારાના કાર્ગો વોલ્યુમ સાથે APSEZ 2025માં 500 MMT કાર્ગોનું વોલ્યુમ હાંસલ કરવા માટે પૂર્ણ રીતે સજ્ છે, તાજેતરમાં હસ્તગત કરવામાં આવેલ ગોપાલપુર પોર્ટનો મજબૂત ટેકો અને ચાલુ વર્ષમાં વિઝિંજમ પોર્ટ અને આગામી વર્ષે WCTનો સુનિશ્ચિત આરંભ અમારી આ સજ્જતાના ઉજળા પાસા બની રહેશે. ગુપ્તાએ ઉમેર્યું હતું કે ખાસ કરીને લોજિસ્ટિક્સ સેગમેન્ટમાં વૃદ્ધિને વેગ આપવા માટે અમે વ્યવસાયમાં ભારે રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે.. અમારું તાજેતરમાં કાર્યરત થયેલું નવું ટ્રકિંગ સેગમેન્ટ APSEZને પોતાના ગ્રાહકોને લાસ્ટ-માઈલ કનેક્ટિવિટી સોલ્યુશન પુુરા પાડવા સક્ષમ બનાવે છે. અમારા ટકાઉ બિઝનેસ વૃદ્ધિ તરફના પ્રયાસોને ચાર વૈશ્વિક રેટિંગ એજન્સીઓ તરફથી ટોચના ડેસીલ ESG રેટિંગમાં સારી રીતે પારખવામાં આવ્યા છે. .
કામકાજની ઝલક
નાણાકીય વર્ષ-24માં APSEZએ દેશના કુલ કાર્ગોના 27% અને કન્ટેનર કાર્ગોના 44%નું પરિવહન કર્યું છે.
નાણાકીય વર્ષ-24માં APSEZના ઘરઆંગણાના કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક ધોરણે તેના કાર્ગો વોલ્યુમમાં ભારતના 7.5%ની વૃદ્ધિ સામે 21% વૃદ્ધિ નોંધાવી છે.
નવા ઉમેરાયેલા બે બંદરો (હાયફા– જાન્યુ.23 અને કરાઇકલ-માર્ચ-’23)ને બાદ કર્યા પછી પણ APSEZએ વાર્ષિક ધોરણે કાર્ગો વોલ્યુમમાં 18% વૃધ્ધિ નોંધાવી છે.
નાણા વર્ષ-24 માં 180 MMT (વાર્ષિક ધોરણે 16%)ના કાર્ગો વોલ્યુમ સાથે અમારું ફ્લેગશિપ મુન્દ્રા પોર્ટ નાણા વર્ષ-25 માં 200 MMT માર્કને પાર કરવા માટે સંગીન સ્થિતિમાં છે.
મુન્દ્રા પોર્ટે વર્ષ દરમિયાન 7.4 મિલિયન TEU હેન્ડલ કર્યા, જે તેના નજીકના હરીફ કરતા 15% વધુ છે
ભારતના પોર્ટફોલિયોમાંથી અમારા દસ બંદરોએ આ વર્ષ માટે તેમના આજીવન ઉચ્ચ કાર્ગોના વોલ્યુમનો વિક્રમ સર્જ્યો છે.
મુન્દ્રા ખાતેના AICTPL (CT-3) ટર્મિનલે ભારતમાં કોઈપણ ટર્મિનલ પર અત્યાર સુધીનો સૌથી વધુ વાર્ષિક કન્ટેનર કાર્ગોનો જથ્થો પહોંચાડ્યો છે.
મુન્દ્રા બંદરે અત્યાર સુધીના સૌથી કદાવર કન્ટેનર જહાજો પૈૈકીના15,908 TEUs ની ક્ષમતા ધરાવતા એક – MV MSC હેમ્બર્ગ (399 મીટર લાંબુ x 54 મીટર પહોળું) બર્થ કર્યું છે.
નાણા વર્ષ-24ના અંતિમ ક્વાર્ટરમાં તેનું અત્યાર સુધીનું સૌથી વધુ ત્રિમાસિક 109 MMT વોલ્યુમ નોંધાવ્યું છે.
નાણા વર્ષ-24માં અત્યાર સુધીનો સૌથી વધુ કન્ટેનર રેલ (19%) અને બલ્ક (40%) વોલ્યુમ હાંસલ કર્યું છે