(1)મોરબીના લાલપર ગામ પાસે ટ્રાફિકના નિયમનો ભંગ કરતો એક શખ્સ પકડાયો
મોરબીના લાલપર ગામના સંતકૃપા હોટલ સામે જાહેર રોડ-રસ્તા પર અન્ય વાહન ચાલકો ને નડતરરૂપ થાય તે રીતે રમણભાઈ ભાથીભાઈ ખાંટ નામના ડમ્પર ચાલકે તેનું ડમ્પર ઉભું રાખતા તેની સામે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો અને આગળ ની કાર્યવાહી કરી અને તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
(2)માળીયાના ખીરઈ પાટિયા પાસે ટ્રાફિકને અડચણરૂપ થાય બાઈકન ઉભું રાખનાર યુવક પકડાયો
માળીયાના કચ્છ મોરબી નેશનલ હાઇવે રોડ પાસે આવેલ ખીરઈ ગામના પાટિયા પાસે ટ્રાફિક નિયમનો ભંગ થાય તે રીતે બાઈક ઉભું રાખનાર સદામ રમજાનભાઈ કટિયા વિરુદ્ધ માળિયા પોલીસે ગુનો દાખલ કર્યો હતો અને તેની પાસેથી દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
(૩)મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાંથી દારૂ મામલે એક યુવક ઝડપાયો
મોરબીના ઘૂટું ગામની સીમમા આવેલ પાર્થ હોટલ પાસેથી રીયાઝભાઈ રફીકભાઈ પઠાણને GJ-21-X-8319 નંબરની રીક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડ્યો હતો.અને તેની પાસેથી વાઈટ વોડકા દારૂની 12 બોટલ અને વાઈટ લેસ વોડકા ની 12 નંગ બોટલ, રિક્ષા સહીતનો કુલ રૂ.1,19,600 મુદામાલ જપ્ત કરી લીધો હતો અને મોરબી તાલુકા પોલીસે તેની સામે ગુનો દાખલ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી હતી.
(4)મોરબીના મહેન્દ્રનગર ચોકડી પાસે દારૂ વહેચતા બે શખ્સો સામે ફરિયાદ નોધાઇ હતી.
મોરબીના મહેન્દ્રનગર ચોકડીએ આવેલ જિયાન પ્લાઝા અને સ્વતીક બિઝનેશ હબ પાસેથી કરણભાઈ મનસુખભાઈ ડાભી અને હરદેવભાઈ રસિકભાઈ પઢીયાર એ દારૂ વહેચવા મામલે મોરબી સીટી-બી-ડીવીઝન એ તેની બનેની સામે ફરીયાદ નોધણી કરી હતી.કરણભાઈ પાસે થી ગેરકાયદેસર વિદેશી દારૂ ની BLENDED SCOTCH WHISKY નંગ ની કુલ -69 બોટલ પકડાઈ હતી.તે બંનેની પાસેથી કુલ રૂ.1175 ની કિંમત નો દારૂ મળી આવ્યો હતો.આ મામલે મોરબી સીટી-બી-ડીવીઝન પોલીસ દ્વારા તે બંને ની સામે ગુનાની નોંધણી કરાઈ હતી અને આગળ ની કાર્યવાહી હાથ ધરાઈ હતી.
(5)હળવદના ચરાડવા ગામ પાસે દારૂ ના જથ્થા સાથે એક ઇસમ પકડાયો
હળવદના ચરાડવા ગામે બસ સ્ટેશન પાસે હરેશભાઈ ઉર્ફે હરિભાઈ નવઘણભાઈ જાદવ ની સામે દારૂ મામલે તેની અડકાયત કરી હતી.તેની પાસે થી ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂ ના કુલ રૂ.-700 નો મુદામાલ પકડી પાડ્યો હતો અને હળવદ પોલીસે મુદામાલ જપ્ત કર્યો હતો અને તેની સામે ફરિયાદ નોંધ કરી હતી.
(6)વાંકાનેરના પ્રિન્સ સિરામિક પાસે એક 30 વર્ષીય રોહિતભાઈ રોડ પર અચાનક પડી જતા મોત નીપજયુ હતું
વાંકાનેરના મિલ પ્લોટમાં રહેતા રોહિતભાઈ લાલજીભાઈ પીસડીયા એ પ્રિન્સ સીરામિક જાલી રોડ ગામડામાંથી પસાર થતા હતા ત્યારે અચાનક જ રોડ પર પડી ગયા હતા. આ સમયે આસપાસના લોકો એ રોહિતભાઈ ને પડતા જોઈ તેને સારવાર માટે તેને વાંકાનેરના સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા.ડોકટરો ની તપાસ કરતા ફરજ પરના ડોકટરોએ તેને મરણ જાહેર કરવામાં આવ્યા હતા.આ મામલે ડો. જાવેદ મસાક્પુત્રા સાહેબ એ વાંકાનેર પોલીસ ને જાણ કરતા વાંકાનેર પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી.

