HomeGujaratજિલ્લાની 3 વિધાનસભા બેઠકમાં C-Vigil એપ પર આચાર સંહિતા ભંગની 33 ફરિયાદ,નિરાકરણનો દાવો

જિલ્લાની 3 વિધાનસભા બેઠકમાં C-Vigil એપ પર આચાર સંહિતા ભંગની 33 ફરિયાદ,નિરાકરણનો દાવો

મોરબી જિલ્લામાં હાલ લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આદર્શ આચારસંહિતાનો અમલ કરવામાં આવી રહ્યો છે. આદર્શ આચારસંહિતાનો અમલી હોવા છતાં જો કોઈ નાગરિકને આચારસંહિતાનો ભંગ થતો જણાય તો ચૂંટણી તંત્રનું ધ્યાન દોરવા માટે અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. હાલ વિવિધ વિસ્તારોમાં થતા આચારસંહિતાના ઉલ્લંઘન અંગે નાગરિકો C-Vigil એપ પર ફરિયાદો કરીને ચૂંટણી તંત્રનું ધ્યાન દોરી રહ્યા છે. મોરબીના ત્રણેય વિધાનસભા મત વિસ્તારોમાંથી આવેલી કુલ ૩૩ ફરિયાદોનો જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તાત્કાલિક જ નિકાલ કરાયો છે.

મોરબી જિલ્લામાં મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી કે.બી ઝવેરીના નેતૃત્વમાં તથા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કુલદીપસિંહ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર અત્યારે સતત કાર્યરત છે. મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા ભંગની ફરિયાદોના નિકાલ માટે ફરિયાદ નિવારણ સેલ કાર્યરત કરવામાં આવ્યો છે. ઉપરાંત C-Vigil મોબાઈલ એપ પર પણ ફરિયાદ કરી શકાય છે.

મોરબી કલેકટર કચેરી ખાતે કાર્યરત ફરિયાદ નિવારણ સેલમાં C-Vigil એપના માધ્યમથી અત્યાર સુધીમાં ૩૩ જેટલી ફરિયાદો નોંધાઈ છે જે પૈકી આદર્શ આચારસંહિતા ભંગની ૨૬ ફરિયાદો હતી જેનો તાત્કાલિક હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો છે. આ ફરિયાદોમાં ૧૪ ફરિયાદ ૬૫-મોરબી મતવિસ્તારમાં, ૫ ફરિયાદો ૬૬-ટંકારા મતવિસ્તારમાં અને ૭ ફરિયાદ ૬૭-વાંકાનેર મતવિસ્તારમાં નોંધાઈ હતી આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને તેનું યોગ્યુ નિરાકરણ કરવામાં આવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW