Thursday, May 16, 2024
HomeGujaratCentral Gujarat5 કરોડ વર્ષ પહેલા ૩૩ ફૂટથી પણ વધુ લાંબા વાસુકી સાપનો હતો...

5 કરોડ વર્ષ પહેલા ૩૩ ફૂટથી પણ વધુ લાંબા વાસુકી સાપનો હતો વસવાટ,કચ્છમાંથી મળ્યા અવશેષ

કચ્છ જિલ્લો ભૌગોલિક રીતે પ્રાચીન ઈતિહાસ ધરાવે છે ધોળાવીરા પાસે મળેલ પ્રાચીન સાઈટ મળી આવ્યા બાદ તેના પર વર્ષોથી સંસોધન ચાલી રહ્યા છે આવી જ રીતે અલગ અલગ સમયે અહી સંસોધન થતા રહ્યા છે ત્યારે ભૂતકાળમાં આવા જ એક અવ્શે
ગુજરાતના કચ્છમાં કોલસાની ખાણમાંથી હાડપિંજરના 27 મોટા ટુકડા મળ્યા હતા. કેટલાંક હાડકાં એકબીજા સાથે જોડાયેલાં પણ જોવા મળ્યાં હતાં. ત્યારથી અત્યાર સુધી આ અવશેષોને વિશાળ મગર જેવા જીવના અવશેષો માનવામાં આવતા હતા. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે તે ખરેખર વિશ્વના સૌથી મોટા સાપના અવશેષો છે. 

લગભગ 5 કરોડ વર્ષો પહેલા ભારતમાં એક સાપ ફરતો હતો જે બસ કરતા લાંબો અને મહાકાય હતો. આ સાપ એટલો વિશાળ હતો કે આજના સૌથી મોટા અજગર અને એનાકોન્ડા પણ તેની સામે નાના દેખાતા હશે. તેવી શોધ ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ રૂરકી ના વૈજ્ઞાનિકો પ્રો.સુનીલ બાજપાઈ અને દેબજીત દત્તાએ કરી છે. વૈજ્ઞાનિકોએ તેને Vasuki Indicus નામ આપ્યું છે.આ નામ ભારતના લોકોની આસ્થાના પ્રતિક ભગવાન શિવના ગળામાં વીંટળાયેલા નાગ પરથી રખાયું છે. ‘Indicus’ શબ્દનો અર્થ ‘ભારતનો’ થાય છે. વૈજ્ઞાનિકોએ આ નામથી બતાવ્યું છે કે આ સાપ ફક્ત ભારતમાં જ જોવા મળે છે અને તે ભગવાન શિવના ગળામાં રહેલા નાગરાજ જેટલો શક્તિશાળી અને વિશાળ હતો.

સંશોધકોના દાવા મુજબ લુપ્ત થઈ ગયેલો આ Vasuki Indicus સાપ કદાચ વિશ્વના સૌથી લાંબા સાપમાંથી એક હતો. આજના સમયમાં સૌથી મોટા સાપ તરીકે જાણીતા એનાકોન્ડા અને અજગર કરતા પણ ખુબ મોટા હતા. હાલ આ સાપની લીબાઈ 20 ફૂટ માનવામાં આવે છે આ સંશોધન અહેવાલ તાજેતરમાં Scientific Reports નામની જર્નલમાં પ્રકાશિત થયો છે.

2005માં ઉત્તરાખંડના રૂરકીમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)ના વૈજ્ઞાનિકોને ગુજરાતના કચ્છમાં કોલસાની ખાણમાંથી હાડપિંજરના 27 મોટા ટુકડા મળ્યા હતા. કેટલાંક હાડકાં એકબીજા સાથે જોડાયેલાં પણ જોવા મળ્યાં હતાં. ત્યારથી અત્યાર સુધી આ અવશેષોને વિશાળ મગર જેવા જીવના અવશેષો માનવામાં આવતા હતા. પરંતુ હવે વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે તે ખરેખર વિશ્વના સૌથી મોટા સાપના અવશેષો છે. 

આ હાડપિંજરના ટુકડાઓ સંપૂર્ણ વિકસિત પુખ્ત સાપના છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આટલો મોટો સાપ કેવી રીતે અસ્તિત્વમાં હોઈ શકે તેના ઘણા કારણો હોઈ શકે છે. શક્ય છે કે તે સમયે વાતાવરણ તેમના માટે ખૂબ જ અનુકૂળ હોત, ખાવા માટે પુષ્કળ ખોરાક હશે અને તેનો શિકાર પણ કોઈએ નહીં કર્યો હોય. 

વૈજ્ઞાનિકો ના મતે Vasuki Indicus સાપની ઉત્પત્તિ ભારતમાં જ થઈ હોવી જોઈએ. લાખો વર્ષો પહેલા, આ સાપની પ્રજાતિ દક્ષિણ યુરેશિયા થઈને ઉત્તર આફ્રિકા પહોંચી હશે. આ સાપ એવા સમયે રહેતા હતા જ્યારે પૃથ્વીનું વાતાવરણ ગરમ હતું, એટલે કે સરેરાશ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હશે. આટલો મોટો સાપ ફક્ત આવા ગરમ વાતાવરણમાં જ જીવી શકે છે.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,958FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW