Wednesday, May 15, 2024
HomeGujaratCentral Gujaratરાજ્યમાં ફરી આકરી ગરમીનું જોર વધ્યું મોટા ભાગના શહેરમાં તાપમાન 41 ડીગ્રીને...

રાજ્યમાં ફરી આકરી ગરમીનું જોર વધ્યું મોટા ભાગના શહેરમાં તાપમાન 41 ડીગ્રીને પાર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વિખરાવા સાથે અમદાવાદ સહિત રાજ્યભરમાં ફરી ઉત્તર પશ્ચિમથી ઉત્તરના ગરમ પવન ફૂંકાવાના શરૂ થયા છે. શહેરનું મહત્તમ તાપમાન મંગળવારે 41 ડિગ્રી વટાવી 41.3 ડિગ્રીએ પહોંચી ગયું હતું. ગરમીનું જોર વધતાં કોર્પોરેશને હવે બે દિવસ યલો એલર્ટ જાહેર કરી છે. આનો અર્થ એ થયો કે, બુધવાર અને ગુરુવારે ગરમીનો પારો 41થી 43 ડિગ્રી વચ્ચે રહી શકે છે. મંગળવારનું 41.3 ડિગ્રી તાપમાન સિઝનનું બીજું સૌથી વધારે હતું.

હવામાન વિભાગના અહેવાલ મુજબ, સોમવારની સરખામણીએ મહત્તમ તાપમાનમાં 1.1 ડિગ્રીનો અને લઘુતમ તાપમાનમાં અઢી ડિગ્રીનો વધારો નોંધાયો હતો. જો કે, શહેરોમાં ડામરના રોડ, વાહનોના ધુમાડા, મોટી સંખ્યામાં ચાલતા એસી તેમજ કાચની દીવાલો ધરાવતી અસંખ્ય બિલ્ડિંગોને કારણે ગરમી હોય તેના કરતાં પણ વધુ અનુભવાય છે. મંગળવારે સવારથી વાદળિયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો સવારથી જ ઊંચકાવાનો શરૂ થઈ ગયો હતો. અમદાવાદ સહિત રાજ્યના 13 શહેરમાં ગરમી 40 ડિગ્રીને પાર કરી ગઈ હતી. સૌથી વધુ 43 ડિગ્રી મહુવામાં નોંધાઈ હતી.

મ્યુનિ.ના આંકડા અનુસાર 15 દિવસમાં 3230 લોકોને હીટસ્ટ્રોકની અસર થઈ હતી. રોજ સરેરાશ 200 લોકો ગરમી સંબંધિત બીમારીનો ભોગ બન્યા છે. મ્યુનિ.એ છેલ્લા એક સપ્તાહમાં 48 હજારથી વધુ ઓઆરએસના પડીકાનું વિતરણ કર્યું હતું.

Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
39,962FollowersFollow
1,300SubscribersSubscribe

TRENDING NOW