મોરબીના કામધેનું પાછળ પચીસ વારીયા સોસાયટી આવાસ યોજનામાં રહેતા અરુણભાઈ દયાળજીભાઈ લખતરીયા નામનો યુવાન મજુરી કામ ઘરનું ગુજરાન ચલાવતો હોય ગત તા 14 ના રોજ ઘરેથી મજુરી એ જવા નીકળ્યો હતો અને આ દરમિયાન ઉમિયા સર્કલ કેનાલ પાસે બેઠા હતા. તેને ઘણા સમય થી વાય ની બીમારી હતી.વાય આવવાના કારણે ઉમિયાસર્કલ પાસે આવેલી કેનાલમાં પડી જતા તેનું મોત નીપજ્યું હતું . કોઈ વ્યક્તિ કેનાલમાં પડી જતા મોત થયું હોવાની જાણકારી મળતા લોકો એકઠા થઇ ગયા હતા અને અને મૃતકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ અંગે મૃતક અરુણભાઈના પરિવાર ને જાણ થતા તેઓ હોસ્પિટલ પહોચ્યા હતા જ્યાં મૃતદેહ પીએમ કરવાની કાર્યવાહી હાથ ધરી હતી,બનાવ અંગે મૃતકના માતા લાભુબેનના નિવેદન આધારે એ-ડીવીઝન પોલીસ દ્વારા આ અંગે અકસ્માત મોતની નોધ કરી તપાસ હાથ ધરી છે

