મોરબીમાં શાક માર્કેટ વિસ્તારમાં એટલી હદે ગંદકીનો ભરમાર જોવા મળી રહ્યો છે કે ત્યાંથી શાક ભાજી લેતા ગ્રાહકો જાણે રીતસર બીમારી સાથે લાઈન જતાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહી વગર વરસાદે ભૂગર્ભ ગટરના પાણી રોડ પર ફરી વળતાં સ્થાનિક વેપારીઓ અને ખરીદી માટે આવતા ગ્રાહકો હાલાકી વેઠી રહ્યા છે.સ્થિતિ એટલી હદે ખરાબ થઈ ગઈ છે કે વેપારીને.તેમના ધંધા બંધ કરવા પડ્યા છે શાક. માર્કેટ વિસ્તારમાં.વર્ષોથી ભુગર્ભ ગટરના પાણી ફરી વળતા હોવાની સ્થિતિ બનતી હોવા છતાં પાલિકા.દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી પરિણામે મોરબી લોહાણાપરા-1માં આવેલ શાક માર્કેટમાં ગટર ઉભરાતા રીતસરની નદી વહે છે. દર 4-5 મહિને આવી રીતે ગટરનું પાણી ઉભરાય છે અને ભરાય જાય છે. જેને પગલે અહીં આવતા લોકોને તથા સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. નગરપાલિકા આ સમસ્યા દૂર કરે તેવી લોકો માંગ કરી રહ્યા છે.