HomeGujaratટંકારાના છતરમાં માધ્યમિક શાળા માટે બે વર્ષ પહેલા નવી જગ્યા મંજુર થઇ,પણ...

ટંકારાના છતરમાં માધ્યમિક શાળા માટે બે વર્ષ પહેલા નવી જગ્યા મંજુર થઇ,પણ કબજો ન મળતા કામગીરી અટકી 


રાજકોટ મોરબી હાઈવે પર આવેલા ટંકારા તાલુકાનું છતર ગામ વર્ષો જુનું ગામ છે હાઈવેથી નજીક હોવાના કારણે આસપાસ વિસ્તારમાં નાના મોટા ઉદ્યોગનો વિકાસ થયો જેના કારણે ગામની આર્થિક સ્થિતિ સારી થઇ છે આ ઉપરાંત રાજકોટ નજીક હોવાથી આરોગ્ય કે અન્ય કોઈ આકસ્મિક ઘટના માટે મુશ્કેલીથતી નથી જોકે આ ગામની સમસ્યા છતરને આસપાસના બીજા ગામને જોડતા ગાડા માર્ગ મોટો પ્રશ્ન છે છતરને જોડતા કાગદડી,ધ્રોલીયા કોટડા વાછ્કપર સહિતના જેટલા પણ ગામ છે તે ગામના રોડ કાચા અને બિસ્માર હાલતમાં છે આ બાબતે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા આ ગામમાં આવન જાવન માટે લોકોને મુશ્કેલી પડે છે

આ ગામની બીજી એક સમસ્યા માધ્યમિક શાળાનું બિલ્ડીંગ છે ગામમાં ધોરણ 1થી 10 સુધીનો અભ્યાસ ચાલે છે 5 ગામવચ્ચે માધ્યમિક શાળા હોવાથી આસપાસના ગામના છાત્રો પણ અભ્યાસ માટે આવે છે જેના કારણે સંખ્યા વધુ પ્રમાણ માં છે જોકે શાળા હાલ પ્રાથમિક શાળાના બિલ્ડીગમાં જ ચાલે છે પ્રાથમિક અને માધ્યમિક બંને એક ભવનમાં ચાલતી હોવાથી જગ્યા ઓછી પડે છે અને આ કારણે ગ્રામ પંચાયત દ્વારા નવી શાળાની મંજુરી માગવામાં આવી હતી જેની જગ્યા પણ મંજુર થઇ ગઈ છે માપણી પણ થઇ ચુકી છે પરંતુ મામલતદાર કચેરીથી જમીનના કબજો સોપવામાં આવ્યો ન હોવાથી છેલ્લા બે વર્ષ કરતા પણ વધારે સમયથી શાળાની બિલ્ડીંગ નિર્માણનું કામ અટકેલું છે

આ ઉપરાંત ગામનો વ્યવસાય ખેતી છે જોકે સિંચાઈ માટે કેનાલ સગવડ ન હોય જેથી તળાવ અને બોર થી ખેતી કરવા ગ્રામજનો મજબુર છે જેથી ગ્રામજનો સિંચાઈ માટેની સુવિધા મળે તે પણ જરૂરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,460SubscribersSubscribe

TRENDING NOW