HomeGujaratઅમદાવાદ માળિયા હાઇવે પરથી એલસીબીએ પકડ્યો 23,800બોટલ દારૂ,6700 ટીન બિયર ભરેલ ટ્રક...

અમદાવાદ માળિયા હાઇવે પરથી એલસીબીએ પકડ્યો 23,800બોટલ દારૂ,6700 ટીન બિયર ભરેલ ટ્રક ઝડપાયો ચાલકની અટકાયત

મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે અમદાવાદ કચ્છ હાઈવે પર એક ટ્રકમાં મોટા પાયે વિદેશી દારૂની હેરાફેરી થતી હોય અને આ બાતમી આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદ તરફથી આવતા RJ-52-GA-4919 નંબરના ટ્રકને અટકાવી તેની તલાસી લીધી હતી અને તેની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂ અને બિયરનો જંગી જથ્થો પકડી પાડી આરોપી મોહિન્દરસીંગ રશલસીંગ રહે.ફતેહપુર પ્રાયમરી સ્કુલ પાસે શેખાન પોસ્ટ રણવીરસીંગ પોરા જી.જમ્મુ (જમ્મુ – કાશ્મીર) વાળાને ઝડપી લીધો હતો.જયારે આરોપીની પૂછતાછમાં અન્ય આરોપી અરમેશબાબુ રહે.ઉતરપ્રદેશ, બીટુભાઇ રહે. પંજાબ તથા માલ મંગાવનાર શખ્સના નામ ખોલાવી તમામ વિરુદ્ધ માળીયા મિયાણા પોલીસ મથકમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.

વધુમાં એલસીબી ટીમે આરોપીના કબ્જામાંથી રોયલ સ્ટગ બેરલ સીલેકટ વ્હીસ્કીની 2280 બોટલો કિંમત રૂપિયા 9,12,000, રોયલ ચેલેન્જ ફાઇન રીઝર્વ વ્હીસ્કીની 4500 બોટલો કિંમત રૂપિયા 23.44 લાખ, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 1068 બોટલ કિંમત રૂપિયા 3,20,400, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 1176 બોટલો કિંમત રૂપિયા 2,64,600, ઇમ્પીરીયલ બ્લયુ રીઝર્વ ગ્રીન વ્હીસ્કીની 4800 બોટલ કિંમત રૂપિયા 4.80 લાખ, મેકડોલ નંબર-1 ડીલક્ષ વ્હીસ્કીની 3576 બોટલો કિંમત રૂપિયા 13.41 લાખ, મેકડોલ નંબર-1 કલેકશન વ્હીસ્કીની 6000 બોટલો કિંમત રૂપિયા 6 લાખ, સીગ્નેચર પ્રીમીયમ સ્મુથ એન્ડ ક્રીમી વ્હીસ્કીની 420 બોટલો કિંમત રૂપિયા 3,44,400, ટયુબર્ગ સ્ટ્રોગ પ્રીમીયમ બીયરના 6720 ટીન કિંમત રૂપિયા 6,72,000 સહિત 72,74,400 તથા અન્ય મુદામાલ મળી કુલ રૂપિયા 1,07,92,790નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો બનાવ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW