વાંકાનેરના ઢુંવામાં આવેલા બ્રાવેટ સિરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા લેબર કોલોનીમાં રહેતા મૂળ મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના મડોર ગામના દિનેશ ભાઈ વર્માં એ તેના સાળાને ઉછીના રૂપિયા અપાયા હતા જે રૂપિયા પરત માગતા પત્ની રાધાબેન ને સારું લાગ્યું ન હતું અને બન્ને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.જે બાદ રાધાબેને લેબર ક્વાર્ટર ની છત સાથે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે આપઘાત મોત અંગે નોંધ કરી તપાસ હાથ ધરી

