વાંકાનેર તાલુકાના દીધડિયા ગામમાં માતા પિતા એ મળી તેની સગીર વયની દીકરીને ઊંઘમાં જ ગળુ દબાવી પતાવી દીધા બાદ દીકરીનું ઊંઘમાં હાર્ટ એટેકથી મોત ખપાવી દેવાની ચકચારી ઘટના સામે આવી હતી હત્યા પાછડ દીકરીના પ્રેમ પ્રકરણ થી પરિવાર નારાજ હોય અને પ્રેમ સંબંધ ન રાખવા દબાણ કરતા હોવા છતાં સગીરા તેના પ્રેમી સાથે ફોન પર વાત ચીત કરતી હોવાથી તેની હત્યા કરાઈ હોવાનું પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે.બનાવ અંગે વાકાનેર તાલુકા પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના દિધદિયા ગામમાં રહેતી રિંકલ મહેશભાઈ ગોંડલિયા નામની સગીરાને રાહુલ નામના શખ્સ સાથે પ્રેમ સંબંધ હતો રિંકલના પ્રેમ સંબંધ થી નારાજ પરિવારે તેની સાથે પ્રેમ સંબંધ ન રાખવા સમજવવવા છતાં સગીરા ફોનમાં વાત કરતી હતી તેથી નારાજ થઈ પિતા મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયા માતા સુરેખાબેન મહેશભાઇ ગોંડલીયા રે.દઘલીયા બહેન હીરલબેન મહેશભાઇ રવીરામભાઇ ગોંડલીયા સહિતનાએ રિંકલને પતાવી દેવાનું નક્કી કર્યું હતું અને બે દિવસ પહેલા રીંકલ સૂતીહતી તે દરમિયાન ત્રણેય લોકોએ સાથે મળી ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.બનાવ બાદ સગીરાનું ઊંઘમાં હાર્ટ એટેક આવતા મોત થયા હોવાનું જણાવી તેની અંતિમ વિધિ કરી દેવાઈ હતી.ઘટનાં સામે આવતા ઘટના અંગે કૌટુંબિક દિનેશભાઈ ગૌરિદાસ ગોંડલિયા દ્વારા ફરિયાદ નોંધાવી હતી.અને તેના આધારે વાંકાનેર તાલુકા પોલીસે પતિ પત્ની અને પુત્રી સામે હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.