રંગોના પર્વ ધુળેટી ની દેશભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી.લોકોએ એક બીજાને રંગ લગાવી આવનાર સમય ખુશીઓના રંગો થી છલકાઈ તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.ત્યારે મોરબીમાં બી ડિવિઝન પોલીસના પી.આઇ છાસિયા અને તેની ટીમ દ્વારા આજે શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટી પર્વ ઉજવ્યો હતો. અને તેની ખબર અંતર પૂછી હતી.કોઈ પણ પ્રકારની મદદ કે જરૂરિયાત હોય તો પોલીસ હંમેશ તેની સાથે છે તેવો વિશ્વાસ અપાવ્યો હતો.આં ઉજવણીમાં વૃદ્ધાશ્રમના વડીલો પણ તેની એકલતા ભૂલી એક બીજાને રંગ લગાવી ઉજવણી કરી હતી.

