મોરબી શહેરના સામાંકાઠા વિસ્તારમાં આવેલ નઝરબાગ રેલ્વે સ્ટેશન નજીક 20થી 25 વર્ષનો અજાણ્યો યુવક ડેમુ ટ્રેન હડફેટે ચઢી જતા તેનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતા બી ડીવીઝન પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી અને મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પીટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી મૃતક યુવકની ઓળખ થઇ શકી નહતી તેમજ તેને આપઘાત કર્યો કે અકસ્માત તે માહિતી સામે આવી શકી નથી.બનાવ અંગે બી ડીવીઝન પોલીસે એડી નોધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ હાથ ધરી હતી

