જિલ્લા ચૂંટણી અધિકારીએ અગરીયાઓને 7મે ના રોજ જરૂરથી મતદાન કરવા અપીલ કરી
મોરબી જિલ્લાના છેવાડાના વિસ્તાર જ્યાં સુવિધાઓ પહોંચતા કેટલો સમય લાગશે તે તો તંત્ર જાણે પણ લોકસભા ચૂંટણી માં આં વિસ્તાર માં રહેતા અગરિયા મતદાન કરવા જરૂર પહોંચે તેવી આશા સાથે જિલ્લા તંત્ર ત્યાં પહોંચી રહ્યું છે હવે તંત્ર આં મહેનત કરી રહ્યું છે ત્યારે
માળીયા(મીંયાણા) તાલુકાના હરીપર આંકડીયા રણ વિસ્તારમાં અગરિયા લોકોને મતદાન બાબતે જાગૃત કરવા માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને મોરબી કલેકટર કે.બી. ઝવેરીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે.બી. ઝવેરીએ જણાવ્યું હતું કે, તમારે કોઈપણ પ્રશ્નની રજૂઆત કે હક બાબતે રજૂઆત કરવી હોય તો મતદાનની ફરજ પણ અદા કરવી જરૂરી છે. આગામી 7 મેના રોજ18 વર્ષથી ઉપરના તમામ લોકોને જરૂરથી મતદાન કરવા અપીલ કરી હતી અને આસપાસના લોકોને પણ પ્રેરણા આપવા તેમણે જણાવ્યું હતું. તમામ કામદારોને મતદાન કરવા સવેતન રજા આપવા પણ તંત્ર દ્વારા તમામ ઔદ્યોગિક એકમો કારખાના વગેરેને સૂચના આપવામાં આવી છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
આ પ્રસંગે આસપાસ વિસ્તારના અગરીયાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સર્વે ઉપસ્થિતોએ ‘હું અવશ્ય મતદાન કરીશ અને લોકશાહીને મજબુત બનાવીશ’ તેવા શપથ લેવડાવ્યા હતા.તંત્ર છેવાડા ના વિસ્તારમાં મતદાન જાગૃતિ માટે પહોચ્યું છે ત્યારે તેની અસર ચૂંટણી માં જરૂર દેખાશે જોકે અગરિયાઓ પણ આં ચૂંટણી બાદ તેને જે સુવિધાઓ ખૂટે તે આપવા તંત્ર ફરી આં વિસ્તારની મુલાકાત લે તેવી પણ આપેક્ષા રાખી રહ્યા છે.

