HomeGujaratમોરબીના મચ્છુ 2 ડેમના પાંચ દરવાજાનું રીપેરીંગ કામમંજુરી વાંકે અટક્યું સ્થાનિક તંત્ર...

મોરબીના મચ્છુ 2 ડેમના પાંચ દરવાજાનું રીપેરીંગ કામમંજુરી વાંકે અટક્યું સ્થાનિક તંત્ર તૈયારી કરી પૂર્ણ

રીપેરીંગ ના કારણે ડેમમાંથી પાણી છોડવું પડશે હાલ પીવાના પાણીની જરૂરિયાત ધ્યાને લઇ કામ અટક્યું હોવાનો દાવો

મોરબી જિલ્લાના સૌથી મોટા ડેમ અને સૌની યોજનાના મધર ડેમ એવા મચ્છુ 2 ડેમના 5 દરવાજાના રીપેરીંગ કામ કરવાની જરૂર હોય અને તેને લગતી તૈયારી સ્થાનિક તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે પરંતુ ઉચ્ચ કક્ષાએથી મંજુરી ન મળતા હાલ આ કામગીરી અટકી પડી છે જોકે આ પાછળ એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દરવાજા રીપેર માટે ડેમમાંથી પાણી છોડવું પડે અને 5 મહિના ચાલે તેટલું પાણી છોડવાથી મોરબી અને આસપાસ વિસ્તારમાં પાણીની જરૂરીયાતને અસર પડી શકે આ ઉપરાંત સૌની યોજનાનો મધર ડેમ હોવાથી રાજકોટ જામનગર જિલ્લામાં હાલ જે પાણીનો ઉપાડ થઇ રહ્યો છે તે પણ ડીસ્ટર્બ થઇ શકે છે તેવું પણ હાલ કારણ સામે આવી રહ્યું છે જોકે સાચું કારણ શું છે અને ક્યારે ડેમના દરવાજા રીપેરીંગ કામ થશે તે એક સવાલ છે ?

જિલ્લાના સૌથી મોટા અને મોરબી શહેર તેમજ આસપાસના 10થી વધુ ગામમાં પીવાના પાણી માટેના મુખ્ય સ્ત્રોત એવા મચ્છુ 2 ડેમના 5 દરવાજાના રીપેરીંગ કરવાની જરૂર હોય અગાઉ આ કામની મંજૂરી અને તેને લગતા ખર્ચ સહિત ની મંજૂરી મળી જતાં મચ્છુ 2 ડેમ સિંચાઈ યોજના વિભાગ દ્વારા દરવાજા રીપેરીંગ બાબત ની તૈયારી શરુ કરી દેવામાં આવી હતી તેમજ દરવાજા ના જરૂરી પાર્ટ્સ પણ અગાઉથી તૈયાર કરી દેવતા વહેલી તકે ડેમના દરવાજા નું રીપેરીંગ થાય તેવી શક્યતા હતી જોકે ઉચ્ચ કક્ષાએથી હાલ ડેમના દરવાજા રીપેર કરવા મંજુરી આપવામાં ન આવી હોવાનું કારણ સામે આવી રહ્યું છે જેના કારણે આ કામગીરી અટકી પડી છે.અને કામગીરી અટકવા પાછળ હાલ ઉનાળાની સ્થિતિને ધ્યાને લઇ પીવાના પાણીની તંગી ન સર્જાઈ તેવું આયોજન હોવાનો તંત્ર દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત મચ્છુ 2 ડેમ સૌની યોજનાનો મધર ડેમ હોય અને આ ડેમ થકી સૌરાષ્ટ્રના જામનગર રાજકોટ જિલ્લાના ડેમમાં પાણી ચાલુ હોય જો હાલ દરવાજા રીપેરીંગ કામગીરી શરુ થાય તો આ સૌરાષ્ટ્રના બીજા ડેમમાં પણ પાણીની કટોકટી થવાની સંભાવના છે આ કારણોસર સિંચાઈ વિભાગ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી હોવા છતાં દરવાજા રીપેર કરવામાં ન આવ્યા હોવાનું સામે આવ્યું છે
મોરબી જિલ્લાનો મુખ્ય ડેમની સંગ્રહ ક્ષમતા 3104 એમસીએફટી ક્ષમતા ધરાવતા હાલ ડેમમાં 1069 એમસીએફટી જેટલો જથ્થો ઉપલબ્ધ હોય અને આ પાણી શહેરનો પાંચ મહિનાના પીવાના પાણીની જરૂરિયાત પૂરી કરી શકે તેમ હોય આ સ્થિતિને જોતા પાણી છોડવાનું હિતાવહ ન હોવાનું સામે આવી રહ્યું છે

મોરબીના મચ્છુ 2 ડેમના હાલ 5 દરવાજાના રીપેરીંગ કરવાની કામગીરી કરવાની છે અને સ્થાનિક લેવલથી અમારા દ્વારા તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે જોકે ઉનાળામાં મોરબી અને આસપાસ વિસ્તારમાં પાણી જરૂરિયાતને મહત્વની હોય આ ઉપરાંત સૌની યોજનાનો મધર ડેમ હોવાથી હાલ તે આવક પણ ચાલુ છે અને અહીંથી રાજકોટ જામનગર જિલ્લાના જે પણ ડેમ પાણી ઉપાડે છે તે આ કામગીરીથી અસર પહોચે તેમ છે ડેમ રીપેરીંગ કરવા અમે તૈયાર છીએ અને કામગીરી શરુ કર્યા બાદ 45 દિવસ જેટલો સમય લાગી શકે છે ડેમ રીપેર થયા બાદ ફરી એકવાર ડેમ ભરવો જરૂરી હોય અને આ નર્મદા નિગમમાં માંગણી પણ મૂકી દેવાઈ છે તેમ વિશાલ નાયબ ઈજનેર મોરબી મચ્છુ 2 સિંચાઈ યોજના એ જણાવ્યું હતું

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW