મોરબી જિલ્લાનો અવિકસિત માળિયા પંથકના કોઈને કોઈ ગ્રામ્ય વિસ્તારની સુવિધાઓના અભાવે દર્દનાક દાસ્તાન બહાર આવતી જ રહે છે. એક સમયે રોટી કપડાં ઓર મકાન અને ગરીબી હટાવી ગરીબોને બચાવો એવા રૂપાળા બેનર હેઠળ આઝાદી પછીની દરેક નબળી નેતાગીરી આ દિશામાં જરાય કામ જ ન કરીને નર્યો સ્વ વિકાસ કરતા છેવાડાના ગામોની તાસીર અને તસ્વીર ફેઈલ થઈ ગઈ નથી. માળિયાના નવા ગામે એકેય સુવિધાઓના ઠેકાણા ન હોવાની દારુણ દાસ્તાન સામે આવી છે.
માળિયા તાલુકાના નવા ગામમા વર્ષો જુનું ગામ છે ભૂતકાળમાં આ ગામમાં પ્રાથમિક જરૂરીયાતથી લઇ તમામ સુવિધા મળતી હતી પરંતુ ધીમે ધીમે વહીવટી તંત્ર દ્વારા ગામના વિકાસ માટે જરૂરી પગલા ન ભરતા ગામમાં સુવિધાઓ છીનવાતી ગઈ એક સમયે ગામની ખેતી સમૃદ્ધ હતી તે સિચાઈની સુવિધા ન મળતા ધીમે ધીમે ગામ સમય સાથે સુવિધાઓ ઓછી થવા લાગી રોજગાર અને શિક્ષણ ન મળતા લોકો ધીમે ધીમે શહેર તરફ વળવા લાગ્યા આ ગામને જ નહીં એક આખા તાલુકાનો વર્ષોથી જે પણ સરકારો આવી એ વચનો આપીને ભૂલી ગઈ અને વોટ બેન્ક માટે તેમનો ઉપયોગ કરતો હોય આ ગામના યુવાનોને તંત્ર અને નેતાઓ તેમજ સરકાર સામે છૂપો આક્રોશ મનની અંદર ધરબાવીને બેઠા છે. આ ગામને ઘણા વર્ષોથી પીવાના પાણીનો પ્રશ્ન નડે છે. છેલ્લા થોડા વર્ષોથી માળિયાના ખીરઇ સંપમાંથી નર્મદાનું પાણી મોટી બરાર ગામેથી નવા ગામે આપવામાં આવે છે. પણ છેલ્લા છ મહિનાથી પાણીના વારંવાર ધાધિયા સર્જાય છે અને હવે તો છેક પાંચ છ દિવસ માટે પાણી આપવામાં આવે છે. પાણીનો સમય તો નિર્ધારિત છે. પણ પાણી અપૂરતું આવતું હોય એ બહુ જ મોટી અને ગંભીર સમસ્યા છે. જ્યારે ગામની આંગણવાડી ઘણા સમયથી જર્જરિત હોય એની સહિતની અનેક સમસ્યાની રજુઆત કરવા છતાં તંત્રએ પોતાનો તર્કસાધુ સાધી લીધો પણ અમે તો ત્યાંના ત્યાં જ રહી ગયા એવો ગ્રામજનોએ ઉગ્ર આક્રોશ સાથે બળાપો ઠાલવ્યો છે

