HomeGujaratહળવદના વૃદ્ધને ઘરમાં નડતર હોય વિધિના નામે રૂ 39,200 લઈ જનાર બે...

હળવદના વૃદ્ધને ઘરમાં નડતર હોય વિધિના નામે રૂ 39,200 લઈ જનાર બે આરોપી ઝડપાયા

હળવદ તાલુકાના સારા રોડ પર આવેલા આલાપ પાર્કમાં રહેતા અને ઈશ્વરભાઈ મહાદેવભાઈ જસાપરા નામના વૃદ્ધને બે અજાણ્યા શખ્સોએ પોતાની ઓળખ પટેલ સમાજના હોવાની આપી તેમને વિશ્વાસમાં લીધા હતા બાદમાં તેને કોઈ નડતર હોવાનું કહી વિધિ કરાવવી પડશે તેમ જણાવતા વિધિ કરાવવાં રૂપિયાની માંગણી કરતા ઈશ્વર ભાઈએ બન્ને આરોપીને 39,200 આપ્યા હતા જોકે આ રૂપિયા લઇ બન્ને શખ્સ રફચક્કર થઇ ગયા હતા જેથી વૃદ્ધે તેની સાથે છેતરપીંડી થયાનો ખ્યાલ આવતા તેમણે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે મોરબી એલસીબીની ટીમે અલગ અલગ સ્થળે તપાસ હાથ ધરી હતી દરમિયાન એલસીબીના ઈશ્વર ભાઈ,ભરતભાઈ અને નિરવ ભાઈને બાતમી મળી હતી કે આ આરોપીઓ ત્રાજપર ચોકડ પાસે બાઈક લઈને નીકળતા હોય આ બાતમી આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીજે 3 એનએ 94 98 નંબરની બાઈક લઈને નીકળેલા આ બન્ને શખ્સની અટકવી પૂછપરછ કરી હતી તેની નામ પુછતા એક નું નામ દીપકનાથ નારાયણ નાથ ઘાઘુ અને રોહિતનાથ ભગવાન નાથ ઘાઘુ હોવાનું અને બન્ને રાજકોટ જિલ્લાના જસદણના શિવ નગર સોસાયટીમાં રહેતા હોવાનું જણાવ્યું હતું પોલીસે આરોપીઓની અટકાયત કરી આગવી ઢબે પૂછ પરછ કરતા હળવદમાં વૃદ્ધના ઘરે જઈ તેને વિધિના અનમે તેમની પાસેથી રૂપિયા લીધા હોવાની કબુલાત આપતા એલસીબીએ બન્ને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW