HomeGujaratમોરબીના અણીયારી ગામેથી 2 બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબીના અણીયારી ગામેથી 2 બાઈક ચોરીની ફરીયાદ નોંધાઈ

મોરબી તાલુકાના અણીયારી ગામે રહેતા પ્રવિણભાઇ મનજીભાઈ લોરીયા (ઉ.વ.54) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.05-03-2024 ના રાત્રીના સાડા અગિયાર વાગ્યાથી તા.06-03-2024 ના સવારના પાંચ દરમ્યાન ફરીયાદીનુ હીરો કંપનીનુ સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ રજીસ્ટર નંબર -GJ-36-M-5246 કિં રૂ.20,200 વાળું કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર પ્રવિણભાઇએ આરોપી અજાણ્યા ચોરી ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

બીજી ફરીયાદ અણીયારી ગામે દિનેશભાઇ પટેલની વાડીએ રહેતા સુકાભાઈ ભુદરીયાભાઈ વસુનીયા (ઉ.વ.34) એ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.07-02-2024 ના સાંજના સાત વાગ્યાથી સાડા સાત વાગ્યા દરમ્યાન ફરીયાદીનુ TVS કંપનીનું અપાચે BS6 મોટરસાયકલ રજીસ્ટર નંબર -MP-45-MR-8451 કિં રૂ. 40,000 વાળુ કોઈ અજાણ્યો ચોર ઈસમ ચોરી કરી લઇ ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર સુકાભાઈએ આરોપી અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.

આ બંને ચોરીના બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW