HomeGujaratમોરબી જિલ્લા પંચાયત હસ્તકના 40થી વધુ રોડ ભંગારમાં ફેરવાયા,

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના 40થી વધુ રોડ ભંગારમાં ફેરવાયા,

નવા રસ્તાઓની દરખાસ્ત થઈ પણ આજ દિન સુધી મંજૂરી ન મળતાં ગ્રામ્ય વિસ્તારોમાં માં હાલાકી

મોરબી શહેર અને મોરબી જિલ્લાના ઘણા બધા માર્ગોમાં આજે પણ ખાડા અને ખબડા એટલી હદે ભયાનક છે કે, આ ખરાબ માર્ગો ઉપર નીકળો અને હોસ્પિટલ કે સીધા યમલોકોના દ્વારે ન પહોંચો તો જ નવાઈ. સારા રોડ રસ્તા માટે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારના કે ઓજી વિસ્તાર તેમજ જિલ્લા પંચાયત હસ્તકના મોટાભાગના રસ્તા ઉપર ગાબડા વધુ અને સિમેન્ટ, ડામર ઓછો દેખાતો હોય માર્ગ અને મકાન વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પણ દરેક કામો જેમ કે લાઈટ, પાણી, રસ્તા, ગટર, સફાઈ, દવાખાનું, શિક્ષણ અને રોજગારીની વ્યવસ્થા પ્રત્યે જ ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

મોરબી જિલ્લા પંચાયત હસ્તકના રિપેરિંગ કરવા પાત્ર રસ્તા જોઈએ તો મોરબીના ચકમપર ઝીકિયાળી રોડ, એનએચથી રામપર મધુપુર રોડ,બહાદુરગઢ મધુપુર નવા નાગડાવાસ રોડ, માળિયાના – એસએચથી વર્ષામેડી રોડ, એનએચથી હરીપર રોડ, ભાવપર બગસરા રોડ, હળવદના રણમલપુર કંકાવટી રોડ, કોયબા હરીપર રોડ, ટીકરરણની ઢસી રોડ, શિવપુર માણેકવાડા રોડ, સુરવદર ધૂળકોટ રોડ, મેરૂપર પાંડાતીરથ રોડ, નવા જોગડ રામેશ્વર રોડ, જુના ઘાંટીલા નવા ઘાંટીલા રોડ, જુના જોગડ રામેશ્વર રોડ, સાપકડા દીઘડીયા રોડ., ટંકારાના -એસએચથી ખાખરા એપ્રોચ રોડ, એસએચથી ધ્રોલીયા, મોરબીના એસએચથી ગોરખીજડીયા વનાળિયા રોડ, એસએચથી લુંટાવદર એપ્રોચ રોડ ભંગાર હાલતમાં ફેરવાઈ ગયા છે.

મોરબીના મોટી વાવડી માણેકવાડા રોડ, મહેન્દ્રનગર ઘુંટુ રોડ, નાની વાવડી જોઈનિંગ નવલખી રોડ, આંદરણા સમલી રોડ, વનાળિયા માનસર નારણકા રોડ, મોરબી ભડીયાદ રોડ, મોરબી ઘુંટુ રોડ, ટંકારાના નસીતપર મોટા રામપર નાના રામપર ઉમિયાનગર રોડ,નેસડા (ખા.) થી ધુનડા (ખા.) રોડ, સજનપર એપ્રોચ રોડ જોઈનિંગ લજાઈ જડેશ્વર રોડ, નવા સજનપર એપ્રોચ રોડ જોઈનિંગ લખધીરનગર અદેપર રોડ,
ટોળથી કોઠારીયા રોડ, .વાંકાનેરના લુણસર રાજસ્થળી રોડ, વઘાસીયા લીલાધરી હનુમાન રાણેકપર રોડ., વીઆર ટુ આનંદપર એપ્રોચ રોડ, રામપર પાડાબેકર થી કોઠારીયા રોડ, ધૂળકોટ બાળગંગા કોયલી રોડ, ટંકારાના લખધીરનગર અદેપર રોડ, જબલપુર(રાજકોટ મોરબી હાઈવે), એસએચથી જબલપુર (લતીપુર) સહિતના રોડ ભંગાર હાલતમાં ફેરવાઈ જતા પ્રજાજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સરકાર માર્ગોની મંજૂરી આપશે એ પ્રમાણે કામો થશે

જિલ્લાના જે જે રસ્તાઓ ભયાનક રીતે ખરાબ હોય તેવા તમામ માર્ગોનું તંત્ર દ્વારા નિરક્ષણ કરી નવા બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવામાં આવી છે. એવું ઇન્ચાર્જ કાર્યપાલક ઈજનેરએ જણાવ્યું હતું વધુમાં મોરબી જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર કે.કે. ઘેટીયાએ જણાવ્યું હતું કે આ તમામ રસ્તાને નવા બનાવવા માટેની દરખાસ્ત 20-01- 2024 માં કરી દેવામાં આવી છે અને હાલ જ્યાં જરૂર લાગે ત્યાં પેચ વર્ક કરી રસ્તો ચાલવા યોગ્ય બનાવાયા છે. ખાસ કરીને સરકારમાં કરવામાં આવેલી દરખાસ્ત મંજૂરી થયે આગળ કાર્યવાહી કરીશું. તેમ જણાવ્યું છે.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW