HomeGujaratહળવદ તાલુકાના 24 તલાટી કમમંત્રીઓને તારીખ 10 સુધીમાં 50 ટકા વેરા વસૂલાતનું...

હળવદ તાલુકાના 24 તલાટી કમમંત્રીઓને તારીખ 10 સુધીમાં 50 ટકા વેરા વસૂલાતનું અલ્ટીમેટમ

સો ટકા વેરો ભરી વિકાસ કાર્યોમાં સહયોગ આપતૂ માયાપુર એકમાત્ર ગામ

પંચાયતમાં વેરા વસુલાતએ વિકાસના કામોનું મહત્વનું પાસુ ગણાય છે અને આ કામગીરીમાં ઉણી ઉતરનાર પંચાયતોને અગાઉ પણ નોટિસ આપવામાં આવી હતી ત્યારે ફરી એક વખત હળવદ તાલુકાના 71 ગ્રામ પંચાયતમાથી 24 ગ્રામ પંચાયતોને હળવદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા તારીખ 10 માર્ચ સુધીમાં 50% ઉપર વેરા વસૂલાત કરવાની અલ્ટીમેટમ આપ્યું છે જેમા તલાટી કમમંત્રીઓને હેડ ક્વાર્ટર પર રહીને ડોરટુ ડોર ફરી અને રાત્રિ રોકાણ કરી વેરા વસૂલાત કરવામાં માટે તાલુકા વિકાસ અધિકારી દ્વારા અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે.
જ્યારે વેરા વસુલાતમા હળવદ તાલુકાના 71 ગામ પૈકી માયાપુર ગામ 100 ટકા વેરા વસુલાત ધરાવે છે તો સાથે 90થી વધારે 7 ગામ 80થી વધારે 5 ગામ 70થી વધારે 9 ગામ, 60 થી વધારે 13 ગામ, 50થી વધારે 8 ગામ,40 થી વધારે 8 ગામ, 31થી વધારે 11 ગામો અને 23થી વધારે 5 ગામો વેરા વસુલાતમા છે.

24 ગામના પંચાયત મંત્રીઓને નોટિસ
ઘનશ્યામપુર ચરાડવા ટીકર રાતાભેર માલણીયાદ કોઈબા ઢવાણા કડીયાણા નવા માલણીયાદ નવા દેવળિયા જુના દેવળિયા નવા ઘનશ્યામગઢ કીડી ગોલાસણ પલાસણ દીઘડીયા કવાડિયા માથક રાણેકપર મિયાણી બુટવડા સુરવદર ખોડ અને અજીતગઢ

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,470SubscribersSubscribe

TRENDING NOW