લોકસભા ચૂંટણી જાહેર થવાને હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે એક તરફ ભાજપ પોતાની પકડ વધુ મજબુત બનાવી રહ્યું છે તો બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસમાં એક સાંધે 13 તુટવા જેવી થઇ છે. કોંગ્રેસની કેન્દ્રિય નેતૃત્ત્વ ટીમ દ્વારા તાજેતરમાં ગુજરાતના અલગ અલગ જિલ્લાના પ્રમુખની નિમણુક કરી હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે કિશોર ચીખલીયાનું નામ જાહેર થયું હતું આ નામ જાહેર થતા મોરબી જિલ્લા કોંગ્રેસમાં ભડકો થયો હતો બીજા દિવસે પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિ જેરાજ પટેલ દ્વારા કિશોર ચીખલીયાને પ્રમુખ પદ પરથી દુર કરવા માંગણી કરી હતી જોકે પ્રદેશમાંથી કોઈ નિર્ણય સામે ન આવતા અંતે જયંતિ જેરાજ પટેલે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું તો ગઈ કાલે વધુ આગેવાન મુકેશ ગામીએ રાજીનામું આપ્યા બાદ આજે વધુ 4 આગેવાનોએ પક્ષમાંથી છેડો ફાડ્યો હતો જેમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી પ્રકાશ ભાઇ પી બાવરવા, ઉપ પ્રમુખ – મોરબી શહેર કોંગ્રેસ સમિતિ અશ્વિન વિડજા, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી ચેતનભાઇ એરવાડિયા, પ્રમુખ – મોરબી શહેર કોંગ્રેસ સેવાદળ જાન મામદ ચાનીયા સહીતના આગેવાનોએ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામાં પત્ર મોકલ્યો હતો