HomeGujaratસુખપર પાસે રામદેવ હોટલના ગ્રાઉન્ડમાંથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

સુખપર પાસે રામદેવ હોટલના ગ્રાઉન્ડમાંથી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો

ચોરખાનુ બનાવીને હેરફેરી કરતાં એકની ધરપકડ,પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધાય

ગુજરાતમાં અંગ્રેજી દારૂ ઘુસાડવાનો અવનવા કીમિયા કરવામાં આવતા હોય છે ત્યારે પોલીસ દ્વારા આવા તમામ કિમીયાઓનો પર્દાફાશ કરીને અવારનવાર અંગ્રેજી દારૂનો જથ્થો ઝડપી પાડતા હોય છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલને મળેલી બાતમીના આધારે દોરોડો કરતા હળવદ તાલુકાના સુખપર ગામ પાસે આવેલી રામદેવ હોટલના ગ્રાઉન્ડમાં પાર્કિંગ કરેલા ટ્રક નંબર MP 45 ZD 9250 તેની તલાસી લેતા ચોરખાનું બનાવીને ઇંગ્લિશ દારૂની હેરફેરનુ કારસ્તાન ઝડપી પાડ્યું હતું. જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા તપાસ હાથ ધરતા તેમાંથી 7440 બોટલ તેમજ બિયરના ટીન સહિત કિંમત રૂપિયા 11,લાખ 4 હજાર ટ્રક રૂપિયા 15 લાખ, મોબાઈલ સહિત કુલ મળીને 26,10,280ના મુદ્દામાલ સાથે અનિલ મંગુભાઈ મેડાની ઝડપી પાડ્યો હતો. તો સાથે અંગેજી દારૂની હેરાફેરીમાં મહેશ નીનામા,કૈલાશ સનાભાઇ ખરાડી, તેમજ બે અન્ય શખ્સો સહિત કુલ પાંચ સામે ફરિયાદ નોંધાય છે જેમાંથી અનિલ મંગુભાઈ મેડાની ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW