શિયાળાની ગુલાબી ઠંડી વચ્ચે બાળકોના આરોગ્ય વધુ સ્વાસ્થપ્રદ બને તે માટે શાળામાં વ્યાયામ અને હળવી કસરતનું આયોજન થતું હોય છે ત્યારે મોરબી શહેરના સામા કાઠે આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે શાળાના સંચાલક કિશોરભાઈ શુક્લાની આગેવાનીમાં આજે (રથ સપ્તમી, આરોગ્ય સપ્તમી ,નર્મદા જયંતીના દિવસે) શાળામાં સૂર્ય નમસ્કાર દિનની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત શાળાના છાત્રો દ્વારા સામુહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા તેમજ શાળાના શિક્ષકો દ્વારા છાત્રોને સૂર્ય નમસ્કાર થી થતા ફાયદા વિશે સમજણ આપવામાં આવી હતી જેમાં તેમને સમજાવવામાં આવ્યું હતું કે યોગાસનમાં સૂર્ય નમસ્કાર શ્રેષ્ઠ છે. આ એક માત્ર આસન થી શરીરને પૂર્ણ વ્યાયામ મળે છે. તેના રોજિંદા અભ્યાસથી આપણું શરીર રોગમુક્ત, સ્વસ્થ બને છે અને આપણો ચહેરો ચમકદાર બને છે. મહિલાઓ હોય કે પુરૂષો, બાળકો હોય કે વૃદ્ધો, સૂર્ય નમસ્કાર દરેક માટે ખૂબ જ ફાયદાકારક છે

