મોરબીમાં સેવાકીય પ્રવુતિ માટે જાણીતા એવા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા અવાર નવાર ગરીબ અને જરૂરિયાત મંદ પરિવાર માટે વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરે છે તો દર વર્ષે 14 ફેબ્રુઆરીને વેલેન્ટાઇન ડે નહી પણ વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી કરે છે અનેતેના ભાગરૂપે મોરબી શહેરના ગરીબ અને જરૃરિયાત મંદ પરિવારના બાળકોને ઓડી,મર્સડીઝ,રેંજ રોવર સહિતની વૈભવી કારમાં બેસાડી શેહરના મુખ્ય માર્ગોની શેર કરાવવામાં આવે છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ શનાળા રોડ પર આવેલા સ્કાય મોલ ખાતેથી સવારે 9 વાગ્યે જોય ઓફ રાઈડનો અનુભવ કરશે.આ દિવસે જે પણ મિત્રો પોતાની કારમાં ગરીબ પરિવારના બાળકોને આ રાઇડમાં સફર કરાવવાની ઈચ્છા ધરાવતા હોયત એવા લોકોને પણ યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટર દેવેન રબારીએ જણાવ્યું હતું

