HomeGujaratસ્પા-મસાજ પાર્લરમાં CCTV લગાવવા અને કર્મચારીની પોલીસ મથકમાં નોધણીનું જાહેરનામું બહાર પડાયું

સ્પા-મસાજ પાર્લરમાં CCTV લગાવવા અને કર્મચારીની પોલીસ મથકમાં નોધણીનું જાહેરનામું બહાર પડાયું

ગૃહ મંત્રીના આદેશ બાદ થોડા મહિના પહેલા વિવિધ સ્પાની આડમાં ચાલતા કૂટણ ખાના તેમજ નશીલા પદાર્થના ગોરખ ધંધા પર રાજ્ય વ્યાપી દરોડા પાડવામાં આવ્યા હતા જે બાદ મોટા ભાગના સ્પા સંચાલકો દ્વારા તેમના સ્પા માં કામ કરતા કર્મચારીઓની પોલીસ મથકમાં નોધણી ન કરવા તેમજ સીસીટીવી ન રાખવા સહિતની ક્ષતિઓ સામે આવી હતી જે બાદ તંત્ર દ્વારા જાહેરનામાં પ્રસિદ્ધ કરી તેની કડક અમલવારી કરવા સુચના આપવામાં આવી હતી જે બાદ મોરબી જિલ્લા કલેકટર દ્વારા ત્રણ મહિનાની મુદ્દતના અલગ અલગ જાહેરનામાં બહાર પાડ્યા હતા આં જાહેરનામાંની મુદત પૂર્ણ થતા ફરી એકવાર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લા વિસ્તારમાં સ્પા/મસાજ પાર્લરોના માલીકો તેમજ આવા સ્પા/મસાજ પાર્લરોના સંચાલકોએ તેમા કામ કરતા કર્મચારીઓની સંખ્યા સહિત ફોટો ગ્રાફ્સ તથા રેકોર્ડીંગ સુવિધા સાથે સી.સી.ટી.વી. એન્ટ્રી, રિસેપ્શન તથા કોમન એરીયામાં ફરજિયાત રાખવાનું હેશે. તેમજ ત્રણ મહિના સુધીના સી.સી.ટીવી. રેકોડીંગની સંપૂર્ણ માહિતી સાથે સાચવી રાખવાનું રહેશે અને સંબંધિત પોલીસ સ્ટેશને જરૂર પડયે આ માહિતી આપવાની રહેશે. આ અંગે જે-તે પોલીસ સ્ટેશનના પોલીસ ઓફીસરે રજીસ્ટર નિભાવવાનું રહેશે.

આ રજીસ્ટરમાં સ્પા/મસાજ પાર્લર, એકમનું નામ, માલીક/સંચાલકનું નામ તથા સરનામું ટેલીફોન નંબર. સ્પા/મસાજ પાર્લરોમાં કામ કરતા તમામ કર્મચારીઓની સંપૂર્ણ વિગત (ફોટો સહિત). હાલનું સરનામું, મુળ વતનનું સરનામું, ફોન નંબર ( ઘર ) – ઓફીસ- મો.નંબર. જો તેઓ વિદેશી હોય તો – પાસપોર્ટની વિગત (પાસ પોર્ટ/વિઝાની નકલ બીડવાની રહેશે.), ક્યા વિઝા પર ભારતમાં આવેલ છે તેની વિગત :- હાલનું સરનામું, ફોન નંબર ( ઘર ) – ઓફીસ- મો.નંબર.સ્પા / મસાજ પાર્લર ચલાવનાર/સંચાલકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. કામ કરતા કર્મચારીઓનો પાસપોર્ટ સાઇઝનો ફોટો સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત, પોલીસ સ્ટેશનના સહી સિકકા અને તારીખ. સ્પા/મસાજપાર્લર ચલાવનાર/ સંચાલકની સહી,કામ કરતા કર્મચારીની સહી,સાક્ષીની સહી તથા સંપૂર્ણ વિગત રાખવાની રહેશે.

આ વિગત કોરા કાગળ પર લખાવવાની રહેશે. સંપૂર્ણ રીતે ભરીને સ્પા/મસાજ પાર્લર જે નામથી ચાલતા હોય તેના નામ સાથેની વિગત પો.સ્ટે.માં જમા કરાવવાની રહેશે. વિગત સંપૂર્ણ ભર્યા પછી તેની બે નકલ કાઢવાની રહેશે. બન્ને નકલ જેતે પો.સ્ટે.માં આપવાની રહેશે. જેની એક નકલ રીસીવ સહિ સિકકા કરી પરત આપશે જે સાંચવી રાખવાની રહેશે. સ્પા/મસાજ પાર્લર ચલાવનારે તેનું ડ્રાઇવીંગ લાયસન્સ ,પાનકાર્ડ / આધારકાર્ડ, ઇલેકશન કાર્ડ રજુ કરવાનું રહેશે.આ જાહેરનામું તા.૩૧-૦૩-૨૦૨૪ સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ હેઠળ ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી કરવાની પણ સુચના આપવામાં આવી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW