HomeGujaratમોરબીમાં પ્રેમી પંખીડાએ કેનાલમાં કુદ્યા,પુત્રને બચાવવા જતા પિતા પણ પાણીમાં ડૂબતા...

મોરબીમાં પ્રેમી પંખીડાએ કેનાલમાં કુદ્યા,પુત્રને બચાવવા જતા પિતા પણ પાણીમાં ડૂબતા પિતા-પુત્રના મોત

મોરબીના લખધીરપુર રોડ નજીકથી પસાર થતી નર્મદાની કેનાલમાં કુદી પ્રેમી પંખીડાએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો જે બાદ આસપાસના લોકો દોડી ગયા હતા અને યુવતીને બચાવી લીધી હતી બીજી તરફ યુવકને બચાવવા તેના પિતા પણ કેનાલમાં કુદ્યા હતા જે બાદ બન્ને ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. જામનગર જિલ્લાના વતની પિતા-પુત્રનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

બનાવની મળતી માહિતી મુજબ જામનગર જીલ્લાનો વતની કિશન ભરતભાઈ લકુમ નામનો 22 વર્ષનો યુવાન અમદાવાદની વતની નેહા નામની યુવતીના પ્રેમમાં હતો અને તે બે ત્રણ દિવસ પહેલા ભગાડી મોરબી લાવ્યો હતો અને મોરબીની એક ફેકટરીમાં આવેલ પેકેજીંગ ફેકટરીમાં કામ પર રહ્યા હતા દરમિયાન ગઈકાલે કિશન અને નેહા કેનાલમાં કુદી આપઘાત કરવા પ્રયાસ કરતા આસપાસના લોકો બચાવવા કેનાલમાં કુદ્યા હતા અને નેહા ને બચાવી લીધી હતી બીજી તરફ કિશનને ડૂબતો જોઈ પિતા ભરતભાઈ જેસિંગ ભાઈ પણ પુત્રને બચાવવા કેનાલમાં કુદી પડ્યા હતા જોકે બન્ને પિતા પુત્ર પાણીના પ્રવાહમાં તણાવવા લાગ્યા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઇ જતા ડૂબવાં લાગ્યા હતા અને બન્નેના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા બનાવના કલાકો બાદ આજે વહેલી સવારે બહાર તરવા લાગ્યા હતા જે બાદ આજે બંને મૃતદેહને બહાર કાઢી પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW