HomeGujaratમોરબીને મહાનગર પાલિકા જાહેરાતથી ખુશીનો માહોલ, રાજકીય,ઔધોગિક આગેવાનોએ સરકારનો આભાર માન્યો

મોરબીને મહાનગર પાલિકા જાહેરાતથી ખુશીનો માહોલ, રાજકીય,ઔધોગિક આગેવાનોએ સરકારનો આભાર માન્યો

મોરબી શહેરમાં વસ્તી અને વિસ્તારમાં ઝડપથી વધારો થઇ રહ્યો હતો અને તેના કારણે પાલિકા શહેરની માળખાગત સુવિધા પૂરી પાડવામાં ઉણી ઉતરી રહી હતી જેના કારણે મોરબી પાલિકાને મહાનગર પાલિકામાંતબદીલ કરવામાં આવે તેવી શહેરીજનોની વર્ષો જુની માંગણી હતી . માંગણીને રાજ્ય સરકારે હવે મંજુરીની મહોર મારી છે આજે રાજ્ય સરકારના નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા વાર્ષિક બજેટ 2024-25 જાહેર કરતી વખતે ઝડપી વિકસી રહેલા શહેરની માળખાગત સુવિધા વધારવા વધુ 7 મહાનગર પલિકા જાહેર કરવામાં આવી છે જેમાં મોરબીને પણ મહા નગર પાલિકા જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે

રાજ્ય સરકારની આ જાહેરાતથી સમગ્ર મોરબી શહેરમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે હવે મોરબી શહેરની માળખાગત સુવિધામાં ઝડપી વિકાસ થવાના દ્વાર ખુલશે તેવી આશા બંધાઈ છે ત્યારે મોરબી વાસીઓની સાથે સાથે જિલ્લાના ભાજપના ધારાસભ્યો સાંસદ પૂર્વ મંત્રી ઉપરાંત કોંગ્રેસના જિલ્લા પ્રમુખ દ્વારા પણ સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે


મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યુ હતું કે ઉદ્યોગના વિકાસના કારણે વૈશ્વિક ઓળખ ધરાવતા શહેર છે જોકે છેલ્લા કેટલાક વર્ષોથી આ ઓળખ ગુમાવ્યું હોય તેવી સ્થીતી બની છે મોરબીમાં બાંધકામની દ્રષ્ટીએ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા પુરતું માર્ગદર્શન અને સહયોગ મળવા છતાં લોકોને પુરતી સુવિધા મળી શકતી ન હતી નગરપાલિકામાં સીમીત સુવિધા ના કારણે ભૂગર્ભ ગટર, રોડ રસ્તા પાણી ઘન-કચરાના નિકાલ સહિતની અનેક સમસ્યા રહેતી હતી હવે સરકાર દ્વારા ,,મહાનગર પાલિકાનું સ્ટેટસ મળતા શહેરનો વિકાસ ઝડપી બનશે સરકારની આ જાહેરાત માટે કાંતિભાઈએ સીએમ ભુપેન્દ્ર પટેલે નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા દ્વારા પણ મોરબી પાલિકાને મહાનગર પાલિકા અપગ્રેડ કરવા અંગેની જાહેરાતને વધાવી હતી અને જણાવ્યું હતું કે મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ અને નાણા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા મોરબીની જન સુવિધા વધારવા મહાનગર પાલિકાની જાહેરાત કરી તેનાથી તેઓ ખુશી વ્યક્ત કરે છે સરકારની જાહેરાતથી મોરબીના વિકાસને નવું બળ મળશે અને મોરબી શહેર આગામી દીવસોમાં વિકસિત શહેર તરીકે ઉભરી આવશે તેમજ જણાવી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો

રાજકોટ લોકસભા બેઠકના સાંસદ મોહનભાઈ કુંડારીયા દ્વારા પણ મોરબી શહેરના મહાનગર પલિકાનો દરજ્જો આપવાની જાહેરાતને વધાવી હતી અને આગામી દિવસમાં મોરબી શહેરનો ઝડપી વિકાસ થશે તેવી આશા વ્યક્ત કરી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને

રાજ્ય સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું છે કે મોરબીને મહાનગરપાલિકા નો દરજ્જો એ મોરબીના લોકોને વર્ષો જૂની લાગણી નો પડઘો છે આ માંગણી સ્વીકારીને ગુજરાત સરકારે મોરબીના વિકાસ માટે નવા દ્વાર ખોલી આપ્યા છે મોરબીને મહાનગરપાલિકા નો દરજ્જો મળે તે માટે સૌના સામૂહિક પ્રયાસો સાર્થક થયા છે . મોરબીની જનતા આ યશની અધિકારી છે .

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે મોરબી પાલિકાને મહાનગર પાલિકા જાહેરાત થતા ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે આજે જાહેર થયેલા બજેટમાં રાજ્યના કેટલાક શહેરની પાલિકાને મહાનગર પાલિકાની જાહેરાત કરવામાં આવી છે તેમાં મોરબીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે તેનો ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ તરીકે આવકારું છું મોરબી વાસીઓને પડતી હાલાકીના કારણે લાંબા સમયથી મહાનગર પાલિકા આપવા શહેરીજનો માંગણી કરી રહ્યા હતા ઘણા સમયથી મોરબી શહેરમાં ટાઉન પ્લાનિંગ વિના બાંધકામ થતા હોય છે રોડ રસ્તા અને અન્ય સુવિધા મળતી ન હતી હવે સરકાર આ આ જાહેરાતની અમલવારી કરે અને પાલિકામાં ચાલતા વહીવટી શાસનનો અંત લાવે અને મહાનગર પાલિકાની ઝડપથી અમલવારી થાય તેવી સરકાર પાસે આશા વ્યક્ત કરી છે

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,310SubscribersSubscribe

TRENDING NOW