HomeGujaratયુપીથી બાળકો સાથે પતિને મળવા નીકળેલી પત્ની ભૂલથી સુરતને બદલે મોરબી પહોંચી

યુપીથી બાળકો સાથે પતિને મળવા નીકળેલી પત્ની ભૂલથી સુરતને બદલે મોરબી પહોંચી

ઉત્તરપ્રદેશમાં સાસુ સાથે ઝઘડો થતા પરણીતાએ બાળકો સાથે ઘરબાર છોડ્યું હતું અને પતિ ગુજરાતના સુરતમાં કામ કરતો હોય  આ પરણીતા યુપીથી પતિને મળવા સુરત જવા નીકળી હતી પણ ભુલથી સુરતને બદલે મોરબી પહોંચી ગયા બાદ સખી વન સ્ટોપ સેન્ટરે આ પરિણીતાનું કાઉન્સેલિંગ કરી તેના પતિ સાથે મિલાપ કરાવ્યો છે.

ઉત્તર પ્રદેશથી મોરબીમાં એક બેન બાળકો સાથે આવ્યા હોય અને પરિણીતા બસ સ્ટેન્ડ પર હોવાની તેણી પોતે અને બાળકોને આશ્રય માટે કહ્યું હોવાની જાગૃત નાગરિકે ગત તા. 27 ના રોજ સાંજે 7:45 વાગ્યે 181ને જાણ કરી હતી.  બાદમાં સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પરિણીતાનું કાઉન્સેલિંગ કરી અને તેના પતિનું એડ્રેસ અને મોબાઈલ નંબર મેળવી પતિ સાથે વાત થતાં જણાવ્યું હતું કે તે સુરત નોકરી કરે છે પરિણીતા અને તેના બાળકો ઉત્તર પ્રદેશ તેના સાસુ સાથે રહે છે. સાસુ સાથે ઝઘડો થતા તે કહ્યા વગર નીકળી ગયા હતા.પણ પરિણીતા સુરતની બદલે ભૂલથી મોરબી પહોંચી ગઈ હતી. આથી તેણીના પતિને બોલાવી પતિ સાથે બાળકો અને પરિણીતાનું મિલન કરાવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW