મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા અને મેડીકલ સ્ટોર ચલાવતા હીંમાશુભાઇ બળવંતભાઇ પંડ્યા નામના આધેડને
રીયા શર્મા નામની મહિલાએ મોબાઈલ ફોન પર પોતે નિર્મલ બેંગ સીકયુરીટી લીમીટેડ સાથે જોડાયેલ હોય અને શેર બજારમાં રોકાણ કરો તો તમને તમારા રોકાણના એકના ડબલ રૂપીયા મળશે તેમ કહી લોભામણી લાલચ આપી હતીએ હિમાંશુભાઈ તેની વાતમાં આવી જઈ રિયા શર્માએ જણાવેલ બેંક એકાઉન્ટમાં ઓનલાઇન ડીમેટ એકાઉન્ટ ખોલવા રૂપીયા 5,00,000 ડીપોજીટ પેટે જમા કરાવ્યા હતા બાદમાં આર.પી.સીંગ-નામના વ્યક્તિ સાથે સંપર્ક કરાવતા આરોપી આર પી સિંગે ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહી બે અલગ અલગ એકાઉન્ટમાં જણાવ્યા રૂપીયા જમા કરાવવા કહેતા હિમાંશુભાઈએઅલગ અલગ સમયે અલગ અલગ રકમમાં રૂ 5 ,27 499 જેટલી રકમ જમા કરાવેલ બાદ મને મારા ડીમેટ એકાઉન્ટ યુજર આઇ.ડી. પાસવર્ડ આપેલ હતા.
લાંબા સમય સુધી તેઓએ રોકાણ કરેલ રૂપીયામાં કોઇ વળતર નહી મળતા આર પી સિંગને આગળની કાર્યવાહી કરવા માટે તેમના ઉપરી અધિકારી એટલે કે જ્ઞાનેન્દ્ર ભારદ્રાજ નો સંપર્ક કરવા જણાવતા આરોપી જ્ઞાનેન્દ્ર ભારદ્રાજે ફરી એકવાર ગાળિયો નાખ્યો હતો અને બ્લોક ડીલ પ્રોગ્રામમાં સારૂ વળતર મળશે તેમ કહી અત્યાર સુધી રોકાણ કરેલ રૂપીયાનુ તમામ વળતર મળી જાશે તેવી લોભામણી લાલચ આપતા હિમાંશુભાઈ વિશ્વાસમાં આવી જતા જ્ઞાનેન્દ્ર ભારદ્વાજએ જણાવેલ અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂપીયા 23 22 680 જેટલી રકમ જમા કરાવેલ હતી બાદ ત્રણ મહિનામાં રૂપીયા ડબલ થઇ જાશે તેમ કહેલ બાદ હિમાંશુ ભાઈને રૂપીયાની જરૂર પડતા જ્ઞાનેન્દ્ર ભારદ્રાજ નો સંપર્ક કરતા તેણે ફરી.ના બ્લોક ડીલ પ્રોગ્રામ એકાઉન્ટ આઇ.ડી.માં રહેલ રૂપીયા પરત મેળવવા ટેકસની રકમ ભરવા જણાવતા હિમાંશુભાઈએ ફરી એકવાર યુપીઆઈ એપથી તથા એકાઉન્ટમા રૂપીયા 80,000 જમા કરાવેલ તેમ છતા . તેમના એકાઉન્ટમાં રહેલ રકમ નહી મળેલ બાદ જ્ઞાનેન્દ્ર ભારદ્રાજ એ એક અકસ્માતનુ બહારનુ કાઢી રૂપીયા 10 ,000 બારકોડ સ્કેનરથી મેળવેલ હોય આમ આરોપીઓ નાએ શેર બજારમાં ડબલ રૂપીયા મળશે તેવી લાલચ આપી વિશ્વાસમાં લઇ અલગ અલગ એકાઉન્ટમાં કુલ રૂપીયા 34,40,179, મેળવેલ હોય જે બાબતે હિમાંશુભાઈએ ઓમ કશ્યપ અને અમિતભાઇ અગ્રવાલનો સંપર્ક કરતા તેઓએ પણ આરોપી જ્ઞાનેન્દ્ર આપેલ જબાવ આપી ટેકસની રકમ ભર્યા બાદ જ તમારી બ્લોક ડીલ પોગ્રામ આઇ.ડી.માં રહેલ પરત મળશે તેમ જણાવી તમામ પાંચેય આરોપીઓએ ઓએ શેર બજારમાં યેનકેન પ્રકારે રૂપીયા ડબલ કરવાની લોભામણી લાલચ આપી હિમાંશુભાઈ પંડ્યાને વિશ્વાસમાં લઇ ઓનલાઇન/ગુગલ પે ટ્રાન્જેકશન દ્રારા રૂપીયા 34,40,179 મેળવી આરોપીઓએ છેતર પીંડી કરી હતી જે અંગે હિમાંશુ ભાઈએ તમામ આરોપીઓ સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી જેના આધારે પોલીસે આઈપીસી 406,420,114 તથા ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની કલમ 66 (ડી) મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી

