HomeGujaratસ્કાયમોલ વાળી મેટરમાથી નિકળી જજે તેમ કહી યુવક પર ૬ શખ્સ નો...

સ્કાયમોલ વાળી મેટરમાથી નિકળી જજે તેમ કહી યુવક પર ૬ શખ્સ નો હુમલો

મોરબીના વાવડી રોડ વિસ્તારમાં રહેતા હિતેશ ધર્મેન્દ્ર વાસવેલીયા નામના યુવકના મીત્ર દેવને સ્કાય મોલ પાસે થોડા દિવસ પહેલાં પાર્કિંગ મુદ્દે ઝઘડો થયો હતો ધર્મેન્દ્ર દેવ સાથે કામ કરતો હોય અને તેની સાથે અવાર નવાર ફરતો હોય જેથી આરોપીઓએ તેનો ખાર રાખી ધર્મેન્દ્રના ઘર પાસે નંબર પ્લેટ વગર સ્વીફટ કારમાં આવી પહોચ્યા હતા શેરીમાં બહાર બોલાવી બાદ છરી બતાવી છુટા પથ્થરો લઇ પાછળ દોડી હુમલો કર્યો હતો યુવક તેનાથી બચવા ઘરમાં જતા રહેતા આરોપીઓએ બધા સાથે મળી યુવકને ગાળો આપી અને હવે તુ સ્કાયમોલવાળી મેટરમાંથી બહાર નીકળી જાજે નહીતર જાનથી મારી નાખશુ તેવી ધમકી આપી હતી અને ઘર બહાર શેરીમાં રાખેલ કાળા કલરનુ એકટીવા .તથા લાલ કલરનુ માઇસ્ક્રો મોટર સાઇકલ ઉપર છુટ્ટા પથ્થરના ઘા કરી તોડી નાખી નુકશાન પહોચાડી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે એ ડિવિઝન પોલીસ મથક ધર્મેન્દ્ર એ મચ્છો રબારી, સંજયભાઇ રબારી, દિનેશભાઇ રબારી,મહેશભાઇ રબારી, મેરૂ રબારી ,જેઠો રબારી સહિતના સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW