મોરબી ઝુલતા પુલ દુર્ઘટનામાં હાઈકોર્ટ દ્વારા અગાઉ 5 જેટલા આરોપીઓને જામીન આપ્યા હતા આ પૈકી ઓરેવા ના મેનેજર દિનેશ દવેના જામીન વિરુદ્ધ પીડિત પરિવાર દ્વારા સુપ્રીમ કોર્ટમાં વાંધા અરજી કરી હતી જે મામલે સુપ્રીમ કોર્ટના બે જજની બેન્ચ દ્વારા સુનવણી હાથ ધરવામાં આવી હતી જેમાં પીડિત પરિવાર દ્વારા જામીન અરજી રદ કરવા મુદે પોતાની દલીલો મૂકી હતી સામે પક્ષે બચાવ પક્ષ દ્વારા પણ તેનો પક્ષ રજુ કર્યો તો બન્ને પક્ષને સાંભળ્યા બાદ કોર્ટ દ્વારા પીડિત પરિવારની અરજી ના મંજુર કરી હતી સાથે તેમણે નોધ્યું હતું કે ઓરેવાના મનેજર દિનેશ કુમાર દવેની તપાસ પૂર્ણ થઇ ગઈ હોય જેથી તેને અનિશ્ચિત સમય સુધી જેલમાં રાખી શકાય નહી
દેશની મોટી દુર્ઘટનાઓ પૈકીની એક ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટનામાં બાળકો યુવાનો મહિલા સહીત 135 લોકોના નદીના ગંદા પાણીમાં ડૂબી જતા કમકમાટી ભર્યા મોત થયા હતા આ બનાવ બાદ પોલીસે ઓરેવા કંપનીના એમડી, મેનેજર ઉપરાંત બ્રીજ મેન્ટેનસ કામ કરતી કંપનીના સંચાલકો સિક્યુરીટી ગાર્ડ ટીકીટ ક્લાર્ક સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોધી તેમની ધરપકડ કરી હતી અને જેલ હવાલે કર્યા હતા આ બાદ હાઇકોર્ટ દ્વારા અલગ અલગ સમયે 5થી વધુ આરોપીઓને જામીન આપ્યા હતા

