ઠંડીનું જોર વધતા ઘઉં અને ચણાના પાકને ફાયદો થવાની આશા
રાજ્યના કેટલાક જીલ્લામાં મંગળવારે રાત્રે કમોસમી વરસાદ વચ્ચે મોરબી જીલ્લામાં ઠંડા પવન ફૂંકાય રહ્યા છે અને તેના કારણે ઠંડીનું જોર વધ્યું છે મોરબી જિલ્લાનું લઘુતમ તાપમાન 12 ડીગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યું હતું જેના કારણે વહેલી સવારે લોકોને કડકતી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે જોકે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ બાદ ઠંડીનું જોર ઘટવાની શરુઆત થવાની આગાહી વ્યક્ત કરી છે અને ઉતરાયણ પર્વમાં ઠંડીનું જોર ઘટતા લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી શકશે
રાજ્યમાં કેટલાક વિસ્તારમાં થયેલા કમોસમી વરસાદની અસર રાજ્યભરમાં જોવા મળી હોય તેમ છેલ્લા બે દિવસથી ઠંડા પવન ફૂંકાયા હતા જેના કારણે ઠંડીનો જોર વધ્યું હતું બુધવારે મોરબીમાં બુધવારે લઘુતમ તાપમાનનો પારો 12 ડીગ્રી સેલ્સિયસ સુધી ગગડ્યો હતો જયારે મહતમ તાપમાન 28 ડીગ્રી સુધી ઉચકાયો હતો જોકે દિવસ દરમિયાન ઠંડા પવન પણ યથાવત રહેતા દિવસ દરમિયાન વાતાવરણ ઠંડું રહ્યું હોય મોરબી જીલ્લામાં છેલ્લા બે સપ્તાહથી ઠંડીનું જોર વધવાના કારણે જનજીવનને અસર પહોચી છે સાથે સાથે વાયરલ ફ્લુ અને શરદી ઉધરસના કેસ વધ્યા છે છેલ્લા બે સપ્તાહથી ઠંડી રહેતા રવી પાકને ફાયદો થયો છે ખાસ કરીને ઘઉં અને ચણાના પાક માટે ફાયદા કારક રહ્યું હોવાનું કૃષિ તજજ્ઞો જણાવી રહ્યા છે
આગામી બે દિવસ હજુ ઠંડીનું જોર રહ્યા બાદ ધીમે ધીમે ઠંડીમાં આંશિક ઘટાડો થવાની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે આગામી 14 જાન્યુ આરી દરમિયાન લઘુતમ તાપમાન 16થી 17 ડીગ્રી વચ્ચે જયારે મહતમ તાપમાન 30 થી 31 ડીગ્રી સુધી ઉચકાય તેવી સંભાવના સેવાઈ રહી છે જેથી ઉતરાયણ દરમિયાન લોકોને ઠંડીમાંથી રાહત મળશે જેના કારણે લોકો ઉતરાયણ પર્વ હ્ર્સોલ્લાસ સાથે ઉજવી શકશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે
જીરું પાકમાં ભૂકીછારો ન આવે તે માટે તકેદારી રાખવા સલાહ
મોરબી આગામી 14 જાન્યુઆરી સુધી હવામાન સૂકુ અને અંશત: વાદળછાયું રહેવાની શક્યતા છે.
આ સમય ગાળામાં મહતમ તાપમાન દિવસ દરમ્યાન 29-31 ડીગ્રી સેલ્શીયસ તેમજ લઘુતમ તાપમાન
રાત્રી દરમ્યાન 14-17 ડીગ્રી સેલ્શીયસ વચ્ચે રહેવાની સંભાવના છે. આ સમયગાળા દરમ્યાન મહત્તમ અને લઘુત્તમ ભેજનું પ્રમાણ અનુક્રમે 46-54 અને 23-39 ટકા રહેશે.પવનની 13 થી 23 કીમી/કલાક રહેવાની શક્યતા છે. આવી સ્થિતિને ધ્યાને લઇ રોગ અને જીવાતનો ઉપદ્રવ રવી પાકોમાં જોવા મળે તગી સંભવાનાને ધ્યાને લઇ કૃષિ વિભાગે પગલા લેવા સલાહ આપી છે જેમાં જીરં ના પાકમાં ભુકીછારો અનેકાળીયા રોગનો ઉપરવ ન થાય તે માટે હેક્ઝાકોનાઝોલ ૧૫ મીલી અથવા મેન્કોઝેબ 27 ગ્રામ દવા 10 લીટર પાણીમાંમિશ્ર કરીને છંટકાવ કરવાં સલાહ અપાઈ છે

