HomeGujaratમોરબીની 10 સોસાયટીમાં એક સપ્તાહથી પાણી ન આવતા મહિલાઓએ રામધુન બોલાવી

મોરબીની 10 સોસાયટીમાં એક સપ્તાહથી પાણી ન આવતા મહિલાઓએ રામધુન બોલાવી

મોરબી નગરપાલિકા વિસ્તારમાં આવતી 10 જેટલી સોસાયટી છેલ્લા એક સપ્તાહથી પીવાના પાણીની લાઈનમાં ભંગાણ થયા બાદ તેનું સમારકામ કરવામાં આવ્યું હોવા છતાં ભરતનગર , નિધિ પાર્ક પટેલ નગર વૈભવનગર પટેલ પાર્ક પીજી કલોક શિવમ સોસાયટી અને ઇન્દિરાનગર સહિતની 10 જેટલી સોસાયટીમાં પાણી નહી આવતા સ્થાનિકોની હાલત કફોડી બની છે ભરશિયાળે લોકો પીવાનુ પાણી વેચાતું લેવા મજબુર બનતા આજે સ્થાનીક આગેવાનો અને મહિલાઓ પાલિકા કચેરીએ પહોચી હતી અને ચીફ ઓફિસરની ઓફીસ બહાર જ ધરણા પર બેસી જઈ રામધુન બોલાવી હતી અને જ્યાં સુધી ચીફ ઓફિસર તેની રજૂઆત સાંભળી પીવાના પાણી વહેલી તકે આપવાની ખાતરી નહી આપે ત્યાં સુધી ઉભા નહિ થવાની જીદ પકડી હતી જે બાદ પાલિકાના કર્મચારીઓ દ્વારા પણ સમજાવટ કરવામાં આવી હતી 
સ્થાનિક આગેવાનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચીફ ઓફિસરને અગાઉ રજૂઆત કરવામાં આવી હોવા છતાં નક્કર પગલા લેવામાં આવ્યા છે અગાઉ મેઈન લાઈન તૂટી ગઈ હતી અને તેને રીપેર કરવામાં આવી હતી પરંતુ પૂરતું પ્રેશર ન હોવાથી તેમના વિસ્તાર સુધી પાણી  મળી શક્યું નથી તેઓ રજૂઆત કરતા જણાવ્યું હતું કે શનાળા ખાતેની જૂથ યોજના ત્રણ અંતર્ગત શનાળા ગામમાં જે પાણીની ટાંકી બનાવવામાં આવી છે જો તેમને આ લાઈનમાંથી પાણી આપવામાં આવે તો તેની સમસ્યા હલ થઇ શકે છે અગાઉ આ યોજનામાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને તે અંગેના ઠરાવ કરી એસ્ટીમેટ અને વર્ક ઓર્ડર સુધીની પ્રકિયા પૂર્ણ થઇ ગઈ હતી પરંતુ ઝુલતા પુલ દુર્ઘટના બાદ પાલિકા દ્વારા કામગીરી કોઈ કારણશ્સર હાથ ધરવામાં ન આવતા તેઓની હાલત દયનીય બની છે જેથી પાલિકા દ્વારા હાલ તાત્કલિક પાણી પૂરું પાડવામાં આવે તેમજ ભવિષ્યની સ્થિતિએન ધ્યાને  વહેલી તકે જૂથ ત્રણ યોજના માટે નવી પાણીની લાઈન તેમના વિસ્તાર સુધી લંબાવવા માંગણી કરી હતી 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,280SubscribersSubscribe

TRENDING NOW