HomeGujaratમોરબીની શાળાઓમાં આગજનીની ઘટનામાં બચાવ અંગે છાત્રો અને શિક્ષકોને તાલીમ અપાઈ

મોરબીની શાળાઓમાં આગજનીની ઘટનામાં બચાવ અંગે છાત્રો અને શિક્ષકોને તાલીમ અપાઈ

શાળા-કોલેજમાં આગ અકસ્માતની ઘટના બને તો જાનહાની ન થાય તે માટે શાળાના છાત્રો અને શિક્ષકોને સુરક્ષિત બચવા અને ફાયર સાધનોનો ઉપયોગ અંગે તાલીમ જરૂરી છે. ત્યારે મોરબી ફાયર વિભાગની ટીમ દ્વારા અલગ અલગ શાળા કોલેજમાં લાઈવ ડેમોસ્ટ્રેશન ગોઠવવામાં આવી રહ્યા છે અને. કામગીરીના ભાગરૃપે મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલી ઉમા વિદ્યા સંકુલ ખાતે ધોરણ – 5 થી 8 નાં 750 થી વધુ વિદ્યાર્થીઓ અને શ્રી સરસ્વતી માધ્યમિક વિધામંદિર સંકુલ-શક્ત શનાડા પાસે આવેલ 405 થી વધુ વિદ્યાર્થીઓ સાથે મોરબી ફાયર ટીમ દ્વારા સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજા તથા લીડિંગ ફાયરમેન જયેશભાઈ ડાકી અને તેમની સમગ્ર ટીમ હાજર રહી આગ લાગે તો શું કરવું અને આગ ન લાગે તેના માટે શું કરવું જે અંગે સ્પષ્ટપણે માહિતી આપી લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. તથા મોરબી ફાયર દ્વારા કેવી ટેકનોલોજીના સાધનો છે, તથા ફાયર આપણને કઈ રીતે ઉપયોગી થઈ શકે જે અંગે
વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,620SubscribersSubscribe

TRENDING NOW