મોરબીના જેલ રોડ વિસ્તારમાં આવેલા રબારી વાસમાં રહેતા અને સ્કાય મોલ ખાતે ડી આર સીક્યુરીટી એજન્સી ચલાવતો સંજય જેમલભાઈ મોરી નામનો યુવાન ગઈ કાલે રાત્રે તેની સ્કાય મોલમાં આવેલી ઓફીસથી તેની જીજે 36 R 3695 નંબરની કાર લઇ ઘરે જમવા જતો હતો તે દરમિયાન સાગર હોસ્પિટલ પાસે જીજે 36 R 5462 નંબરની કાર અને બે એકટીવા બાઈકમાં 9 જેટલા શખ્સ અચાનક ધસી આવ્યા હતા તેની કારને રોકાવી અગાઉ સ્કાય મોલ પાસે થયેલી મારામારીની ઘટનાનો ખાર રાખી આરોપીઓએ લાકડાના ધોકા પાઈપ તલવાર, છરી સહિતના હથીયારથી જીવલેણ હુમલો કરી દીધો હતો દેવ કુંભારવડીયા નામના શખ્સે સંજયનો કોલર પકડી રિવોલવર બતાવી હતી અને પાર્કિંગ બાબતે શું ઉચા નીચો થતા હતા આ સગીનહી થાય તેમ કહી તેની સામે રિવોલ્વર તાકી હતી સંજયને આરીતે મારવા લગતા કરણ મકવાણા નામનો યુવાન તેને બચાવવા પડતા આરોપીઓએ તેને પણ ગાળો ભાંડી હતી અને ઢોર માર મારી સંજયની કારના આગળ પાછળ તેમજ સાઈડના કાચમાં ધોકા મારી કાચ ફોડી મોટા પાયે નુકશાન પહોચાડી ફરાર થઈ ગયા હતા જે બાદ તેમણે દિનેશભાઈ ઘટનાની જાણ કરતા દિનેશભાઈ અને નીતિન ભાઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તેમણે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યા હતા
બનાવ અંગે સંજય જેમલભાઈ મોરીએ દેવ હકાભાઇ કુંભારવડીયા, વિશાલ ડાંગર, અમિત ડાંગર, નાગદાન બોરીચા, હિતુ, અંકિત, તીર્થ જયસુખભાઈ કૈલા અને બે અજાણ્યા શખ્સ એમ કુલ 9 લોકો સામે એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી આ ફરિયાદ આધારે એ ડીવીઝન પોલીસે અરોપીઓ વિરુદ્ધ 323 ,326,341,504, 506(2),143,147,148 427 120 B તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુન્હો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી

