માળિયા મિયાણા પોલીસ મથક મોટી બરાર ગામમાં રહેતા ભારતીબેન દિપકભાઇ મુન્સી તેના ઘર પાસેની જગ્યામાં બાથરૂમ બનાવતા હોય અને પાયો ખોદેલ હોય જે બાબતે ખાર રાખી તેના પાડોશી ભુરાલાલ ખીમજીભાઇ મુછડીયા સાથે વિવાદ ચાલતો હોય અન આ વિવાદનો ખાર રાખી આરોપી સ્થળ પર પાયામાં માટી નાખી તેને બુરવા લાગ્યા હતા જેથી તેઓએ પાયો બુરવાની ભારતીબેને ના પાડતા ભુરાભાઈ એક્દમ ઉશ્કેરાઇ ગયા હતા અને ગાળો બોલા લાગ્યા હતા અને પથ્થરનો ઘા મારી ભારતીબેનને કમરના ભાગે મુંઢ ઇજા પહોચાડી હતી આ દરમિયાન નિશાબેન તેમણે સમજાવવા જતા જયાબેન ભુરાલાલ મુછડીયા દક્ષાબેન વિરજીભાઇ મુછડીયાનાઓએ ઝઘડો કરી ઝપાઝપી કરી હતી તેમજ બોલાચાલી કરી પરિવારના સભ્જાયો ને નથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઇ ગયા હતા બનાવ અંગે માળિયા મિયાણા પોલીસે ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે

