ઔદ્યોગીક નગરી મોરબીમાં ઉદ્યોગની સાથે સાથે બહુમાળી ઈમારતોમાં આગની સંભવિત ઘટનાને ધ્યાને લઇ શહેરમાં વર્ષોથી આધુનિક ફાયર સ્ટેશન ફાળવવામાં આવે તેવી રજૂઆત થઇ રહી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા મોરબીને આધુનિક ફાયર સ્ટેશન આપવાની જાહેરાત કરી હતી જે બાદ જિલ્લા કલેકટર દ્વારા મહેન્દ્રનગર ગામની હદમાં આવેલી સરકારી જગ્યા ફાળવી હતી.આ જગ્યા ફાળવણી થતા ત્યાં રહેતા લોકોને જગ્યા ખાલી કરવા ગ્રામ પંચાયત દ્વારા નોટીસ આપવામાં આવી છે આ નોટીસ મળતા આજે વર્ષોથી રહેતા પરિવાર જિલ્લા કલેકટર કચેરીએ પહોચ્યા હતા અને તેઓ ગરીબ વર્ગના લોકો હોય વર્ષોથી વસવાટ કરતા હતા હવે અચાનક તેમને જગ્યા ખાલી કરવા સુચના આપવામાં આવતા બે સહારા થઇ જાય તેવી સ્થિતિ બની ગઈ છે. જેથી તેઓને રહેવા માટે 100 ચોરસવાર પ્લોટ ફાળવણી કરવામાં આવે તેવી માંગણી કરી છે આજદિન સુધી તેઓને એક પણ સરકારી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી જેથી તેઓને રહેણાક મકાનની વ્યવસ્થા કરી જગ્યા ખાલી કરવામાં આવે તેવી માંગણી કરી છે,

