HomeGujaratકચ્છ-જામનગર હાઇવે પર માળિયા પાસે ડાયવર્ઝન વિના ફાટક બંધ કરી દેવાઈ,...

કચ્છ-જામનગર હાઇવે પર માળિયા પાસે ડાયવર્ઝન વિના ફાટક બંધ કરી દેવાઈ, વાહનોના થપ્પા લાગ્યા

કચ્છ-જામનગર હાઇવે પર માળિયા મિયાણા શહેર તરફ આવેલ રેલ્વે ફાટક નંબર 97 ને ટ્રેકના મેન્ટેનન્સ કામગીરીને ધ્યાને લઇ સવારે 11થી 4 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી હતી જોકે આટલી નાની કામગીરી માં પણ તંત્રની બેદરકારી છતી થઇ હતી અધિક જિલ્લા કલેકટર દ્વારા ગત 12 ડીસેમ્બરના રોજ આ કામગીરીને ધ્યાને લઇ જિલ્લા પોલીસ તેમજ હળવદ પ્રાંત અને માળિયા મામલતદારને પત્ર લખી ડાયવર્ઝન કરી તેમજ પુરતો પોલીસ બંદોબસ્ત આપી વાહન વ્યવહાર ડાયવર્ટ કરવાની સુચના આપવા છતાં રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યો નથી કે તેને લગતી સાવચેતી બોર્ડ પણ મારવામાં ન આવતા કચ્છથી જામનગર તરફ જતા મોટા પાયે ટ્રાફિક જામ સર્જાયો હતો અને રોડ પર વાહનના થપ્પા લાગી ગયા હતા તો જામનગર થી આવતા વાહન ચાલકો 20 કિમીનું અંતર કાપીને આવ્યા બાદ ફાટક બંધ હોવાની ખબર પડતા તેઓને ફરી પીપળીયા ચાર રસ્તા સુધિ ધક્કો થયો હતો અને ત્યાંથી મોરબી થઇ કચ્છ કે અમદાવાદ તરફ જવાની ફરજ પડી હતી

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,270SubscribersSubscribe

TRENDING NOW