HomeNationalકશ્મીરના પૂંછમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓનો સેના પર હુમલો, 3 જવાન શહીદ 3...

કશ્મીરના પૂંછમાં પાકિસ્તાન સમર્થિત આતંકીઓનો સેના પર હુમલો, 3 જવાન શહીદ 3 ઘાયલ

જમ્મુ અને કાશ્મીરમાં ફરી એકવાર સેનાના જવાનો પર પાકિસ્તાન સમર્થિત આતંકીઓ ઘાત લગાવી હુમલો કર્યો હતો આ કાયરતા પૂર્ણ હુમલામાં ભારતીય સેનાના ત્રણ જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા.ઘટના ત્યારે બની હતી જયારે સેનાની એક જીપ્સી અને એક ટ્રક સાથે ભારતીય સેનાના જવાનો પસર થઇ રહ્યા હતા ત્યારે બની હતી

અચાનક હુમલો થયા બાદ સેનાના જવાનોએ મોરચો સાંભળી લીધો હતો અને સામે વળતો જવાબ આપ્યો હતો જેમાં એક આતંકી ગંભીર રીતે ઘાયલ થયો હતો સમાચાર મળી રહ્યા છે ત્યાં સુધીમાં સેના અને આતંકીઓ વચ્ચે ગોળીબાર ચાલી રહ્યો છે એક મહિનાથી ઓછા સમયમાં આ વિસ્તારમાં સેના પર આ બીજો આતંકી હુમલો છે. આ પહેલા 22 નવેમ્બરે રાજૌરીમાં એન્કાઉન્ટરમાં 5 જવાનો શહીદ થયા હતા.

એક તરફ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટીકલ 370 દુર થયા બાદ ધીમે ધીમે શાંતિ પ્રવર્તી રહી છે ત્યારે પાકિસ્તાન સમર્થિત આતંકીઓના પેટમાં દુ :ખાવો થઇ રહ્યો હોય તેમ છાશવારે આ શાંતિમાં ભંગ થઇ રહ્યો છે.

આ હુમલો થાનમંડી-સુરનકોટ રોડ પર ડેરા કી ગલી (DKG) નામના વિસ્તારમાં થયો હતો. આ ટ્રક સૈનિકોને લઈને સુરનકોટ અને બાફલિયાજ જઈ રહી હતી, જ્યાં સુરક્ષા દળોએ બુધવારે રાત્રે આતંકવાદીઓ વિરુદ્ધ ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. સેના આજે ઓપરેશનમાં સામેલ સુરક્ષા દળોનો સંપર્ક કરવામાં સફળ રહી હતી, ત્યારબાદ અહીં વધારાના સુરક્ષા દળો મોકલવામાં આવી રહ્યા હતા

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW