Sunday, July 7, 2024
HomeGujaratમાળિયાના ખાખરેચીમાં પરણિત પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી સહીત 2 આરોપીને કોર્ટે...

માળિયાના ખાખરેચીમાં પરણિત પ્રેમિકાની હત્યા કરનાર પ્રેમી સહીત 2 આરોપીને કોર્ટે 7 વર્ષની કેદ ફટકારી

માળિયા તાલુકાના ખાખરેચી ગામમાં આવેલ વાડી વિસ્તારમાં રહેતા રણજીતભાઈ બામજીભાઈ વસાવા નામના આધેડની પત્ની શારદાને અગાઉ આરોપી ભૂપત સવાભાઇ વડેચા સાથે આડા સંબંધ હોય જેથી તેની સાથે રહેવા જતી રહી હતી પરંતુ બીજા દિવસે તેને ભૂલ સમજતા પરત આવવાં માગતી હતી પરંતુ આરોપી આવવા ન દેતા બાદમ શારદા પરત તેના પતિ પાસે ખાખરેચી આવી ગઈ હતી. ગત 13 ઓગસ્ટ 2021ના રાત્રીના સમયે આરોપી ભૂપત સવાભાઈ વડેચા અને તેનો ભાઈ બીજલ સવાભાઈ વડેચા શારદાને લેવા પરત આવ્યા હતા જ્યાં ઝઘડો થયો હતો અને બન્ને આરોપીઓ પતિ પત્નીને ગાળો આપવા લાગ્યા હતા ગાળો આપવાની ના પડતા આરોપી ભૂપત ઉશ્કેરાઈ ગયો હતો અને લોખંડની કોશથી શારદાબેનના માથાના ભાગે ઘા મારતા તેનું મોત થતા તેનું હત્યા થઇ હોવાનું સામે આવ્યું હતું બનાવ અંગે મૃતકના પત્ની રણજીતભાઈએ આરોપી ભૂપત વડેચા ને બીજલ વડેચા સામે પોલીસ મથકમાં ફરિયાદ નોધાવતા પોલીસે બન્ને ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

આ બનાવમાં પોલીસે આરોપીઓને જેલ હવાલે કર્યા બાદ કેસ મોરબી સેકન્ડ એડીશનલ જજ સેસન્સ જજ વિરાટ કે બુદ્ધની સ્પેશ્યલ એટ્રોસિટી કોર્ટમાં ચાલ્યો હતો. કોર્ટમાં ફરિયાદી વતી સરકારી વકીલ સંજય દવે એ દલીલો રજુ કરી તેમજ કેસને લગતા 12 મૌખિક પુરાવા તેમજ 44 લેખિત પુરાવા રજુ કર્યા હતા બન્ને પક્ષ દ્વારા રજુ કરવામાં આવેલી દલીલ અને પુરાવા આધારે કોર્ટે આરોપી ભૂપત સવા વડેચા તેમજ બીજલ સવા વડેચાને કલમ 304 (પાર્ટ 2 ) હેઠળ ગુનેગાર ઠેરવી 7 વર્ષની જેલ 10 હજાર દંડ તેમજ એટ્રોસિટી એક્ટ હેઠળ સાત વર્ષની કેદ અને 10 હજાર દંડ ફટકાર્યો હતો

આ ઉપરાંત મૃતક શારદાબેનના વારસદારોને ગુજરાત વિકટીમ ક્મ્પેઝીશન (એમેન્ટ મેન્ટ) હેઠળ વળતર ચુકવવા પણ આદેશ કર્યો હતો

Advertisement
Advertisement
Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
44,680FollowersFollow
2,040SubscribersSubscribe

TRENDING NOW