‘શિક્ષક કભી સાધારણ નહી હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મે પલતે હૈ’ ચાણક્યએ કહેલા આ વાક્યને ખરા અર્થમા નિવૃત શિક્ષક ચંદુભાઇ દલસાણીયા સાબીત કર્યુ છે .
માળીયા મીયાણાના પંચવટી(ખીરઇ) ગામમા ૧૯૫૬મા જન્મેલા ચંદુલાલ દલસાણીયાની પરીવારની આર્થીક સ્થિતિ સારી ન હોવાથી તેમના ચાર ભાઇઓમાથી ત્રણ ભાઇઓ થોડુ ઘણુ ભણતર પુરુ કરી ખેતીકામ સાથે જોડાયા હતા. પરંતુ ચંદુભાઇને નાનપણથી જ શિક્ષણ પ્રત્યેનો લગાવ એટલે ખીરઇથી સાઇકલ લઇને અથવા ચાલીને જઇ માળીયા ખાતેની જોષી પ્રાઇવેટ સ્કુલમા તેમનુ પ્રાથમિક શિક્ષણ પુરુ કર્યું હતું.બાદમાં મોરબી વી.સી હાઇસ્કુલ અને ત્યારબાદ હંટર ટ્રેનીંગ કોલેજમા પીટીસીનો અભ્યાસ પુર્ણ કરેલ. ત્યારબાદ તેમણે મામલતદાર કચેરીમા નોકરી કરી હતી. પરંતુ તેમના અંદર એક શિક્ષકનો જીવ હતો એટલે તેમણે આ નોકરીમા રાજીનામુ આપી એક શિક્ષકની નોકરી સ્વિકારી અને પોતાની શિક્ષક તરીકેની સેવા સંપુર્ણ ફરજ સમજી સરકારી વેતનનુ પુરેપુરુ વળતર ચુકવી 2016મા પોતાની 60 વર્ષે નિવૃત થયા.તેમણે જ્યા જ્યા પણ નોકરી કરી ત્યાના ગામ લોકો વરસો બાદ આજે પણ તેમની કર્તવ્ય નિષ્ઠા અને શિક્ષણપ્રેમને યાદ કરતા સલામ કરે છે.
“ જીવન એવુ જીવવુ કે ક્યારેઇ ઇશ્વર પાસે ભુલ કર્યાની માફી ન માંગવી પડે કે કોઇની સામે શિશ ઝુકાવુ ન પડે” તેમજ શક્ય એટલુ સમાજને ઉપયોગમા આવવુ અને જે જગ્યાએ ઉપયોગમા ન આવી શકી તો કોઇને નડવુ તો નહી જ. બસ આવી કંઇક વિચારસરણી સાથે આજે પણ આજે પણ ચંદુલાલ પોતાનુ જીવન જીવી રહ્યા છે. વાંચનના પણ ખુબ શોખીન હાલમા પણ તેમના ઘરે 500 થી વધુ પુસ્તકોનો ખજાનો જોવા મળે અને લાઇબ્રેરી તથા અન્ય લોકો પાસેથે લાવીને વાચેલા પુસ્તકો તો પાછા અલગ આમ હજારો પુસ્તકો વાંચ્યા પછી પણ વાચનની ઘારા હજુ પણ ચાલુ જ છે.
તેમના આ શિક્ષણપ્રેમી વિચારધારના કારણે આજે તેમના કુટુંબ પરીવારમા આજે ૯ કરતા પણ વધુ શિક્ષકો છે જેમાના એક પરેશ દલસાણીયા આજે ગાધીનગર ખાતે શ્રેયાન અધિક્ષક તરીકે ફરજ બજાવે તો અન્ય ભત્રીજા કમલેશ દલસાણીયાને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ પ્રાપ્ત થયેલ તેમજ બીજી બાજુ એક ભત્રીજા રજનીશ દલસાણીયાની સ્કુલ મોરબી જીલ્લાની પ્રથમ ડીજીટલ સ્કુલ બનાવેલ. આમ કાકા સાથે ભત્રીજા પણ પોતાની શિક્ષણની સરવાણી વરસાવતા જાય છે.
હવે તેમની સેવા કાર્યની વાત કરીએ તો ૧૯૮૮ની સાલમા સંદેશ ન્યુઝપેપરમા જાણીતા લેખક રજનીકુમાર પંડ્યા દ્રારા તેમણે હિમ્મતનગર પાસે આવેલ “સહયોગ કૃષ્ટયજ્ઞ ટ્રસ્ટ” વિશે વાચ્યું હતું. વાંચન દરમિયાન આ સંસ્થા રક્તપીત રોગોથી પીડીત લોકોની સેવા કરે છે અને રહેવાનો આશરો આપે છે. આ રોગને કારણે જે લોકોને ઘર પરીવારોએ કાઢી મુકેલ હોય તેવાને આ સંસ્થા આશરો આપી સેવા કરે છે. ત્યા આશ્રય પામતા આવા પીડીત લોકોની સંખ્યા વધતી જાય છે અને આ સંસ્થાના સ્થાપક સુરેશભાઇ સોની આ વધતા જતા નિભાવ ખર્ચ માટે ક્યારેય કોઇ પાસે મદદ માગવા માટે હાથ લાંબો કરતા નથી જે લોકો સ્વેચ્છાએ સામેથી આપે તેવા દાનમાથી જ આ સંસ્થા ચાલી રહીછે. પીડીતોની સંખ્યા વધતી જતી હોવાથી હવે તેમને મદદની જરૂર હોય શકે અને લેખકે પોતાના લેખ થકી વાચકોને બનતી મદદ કરવા જણાવેલ. ફક્ત આ લેખ થકી પોતાના પગારમાથી ૫૦-૧૦૦ રૂપીયા ક્યારેક બચાવી અને ચંદુભાઇએ પોતે મનીઓર્ડર મોકલવાની શરૂઆત કરેલ. ધીમે ધીમે તેમના આ નિસ્વાર્થ કાર્યની જાણ થતા મીત્ર સર્કલ તથા સગાવ્હાલાઓ પણ પોતાની યથાશક્તી મુજબ દાનની રકમ આપતા થયા. આજે આ દાનની સરવાણીની રકમ બે કરોડ પાંત્રીસ લાખ સુધી પહોચાડેલ છે. ચંદુભાઇએ નિવૃત થતા પોતાની નિવૃતીનો સમય આ પ્રવૃતિ માટે ફાળવવા નક્કી કરેલ અને જે આજની તારીખે પણ દર મહીને લાખો રૂપિયા ભેગા કરી આ સંસ્થાને મોકલે છે.લોકો જ સામેથી તેમની ઇચ્છાથી આપી રહ્યા છે. સંસ્થાનો પારદર્શીતા અને તેમની આ મહાન સેવા ચંદુભાઇને હજુ ૬૭ વરસે પણ સેવાકાર્ય માટે જરૂરી જુસ્સો પુરો પાડે છે. આજની તારીખે સંસ્થામા રક્ત પિત્તવાળા અનાથ, માનસિક દિવ્યાંગ, નિરાધાર વૃધ્ધો ૧૩૦૦થી વધુ લોકો રહે છે તેમજ અપંગ અને દુધ ના આપે તેવી ગાયો પણ રાખે છે.

