HomeGujaratમોરબીના બેઠા પુલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી વાલ્વ લીક થયો રસ્તા પર...

મોરબીના બેઠા પુલ પાસે અજાણ્યા વાહનની ટક્કરથી વાલ્વ લીક થયો રસ્તા પર પાણી વેડફાટ

મોરબીમાં એક તરફ પાણી વિતરણ વ્યવસ્થાના અભાવના કારણે છેવાડાના વિસ્તારમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળતું નથી અને તેના માટે અવાર નવાર લોકો પાલિકાના ધકકા ખાવા મજબુર બનતા હોય છે તો શહેરમાં અલગ અલગ સ્થળે લાઈન લીકેજ થવાની ઘટના પણ અવાર નવાર બનતી હોય છે અને તેના કારણે લોકોને મળવાપાત્ર રોડ પર વેડફાઈ જતું હોય છે આજે પણ આવી રીતે મોરબી શહેરના બેઠા પુલથી મણી મંદિર પાસેના ખૂણા પાસે આવેલા પાણીના વાલ્વ સાથે કોઈ અજાણ્યા વાહનની ટક્કર થતા વાલ્વ તૂટી ગયો હતો અને તેના કારણે મોટા પાયે પાણી લીકેજ થયું હતું. રસ્તા પર આખી રાત પાણી વેડફાટ થતા પુલના છેડે વગર વરસાદે પાણી રોડ પર ફરી વળતા અને પાણીનું તલાવડું ભરાઈ ગયું હતું જેના કારણે સવારે વાહન ચાલકોને ન છૂટકે આ પાણી માંથી નીકળવાનો વારો આવ્યો હતો

આ સ્થળે નાના મોટા વાહનોની અવર જવર રહે છે રાત્રીના સમયે અહી મોટા વાહન પસાર થતા હોય છે અને વાલ્વ સ્થળે અથડાતા આ રીતે પાણીનો વાલ્વ તૂટી જતો હોય છે આ રીતે થતા પાણીના વેડફાટ રોકવા વાલ્વની જગ્યા બદલી રોડથી દુર રાખવામાં આવે તતેવી માંગણી ઉઠી છે

Advertisement
RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,670SubscribersSubscribe

TRENDING NOW