HomeGujaratમોરબીના બગથળા પાસે ઈવા સિન્થેટીક નામની ફેકટરીમા બોયલર ફાટતા આગ: બે લોકોના...

મોરબીના બગથળા પાસે ઈવા સિન્થેટીક નામની ફેકટરીમા બોયલર ફાટતા આગ: બે લોકોના મોત,એક ગંભીર

મોરબી તાલુકાના બગથળા ગામની હદમાં આવેલા ઈવા સિન્થેટિક નામની ફેકટરીમાં સાંજના સમયે અચાનક બોયલર ફાટ્યું હતું જેના કારણે પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળી હતી જોત જોતામાં આગ સમગ્ર ફેકટરીમાં ફેલાઈ ગઈ હતી બનાવ સમયે મજુર ત્યાં કામ કરતા હોવાથી બે ગંભીર રીતે દાઝી જતા ગયા હતા. મોરબી ફાયર વિભાગની 3 ટીમ અને મોરબી 108ની ટીમ ફેક્ટરીએ દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવવાની સાથે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું જોકે આગ એટલી પ્રંચડ હતી કે બે લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યાં હતા જ્યારે એક આધેડને ગંભીર ઈજા પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

મોરબીના બગથળા ગામ નજીક આવેલા ઈવા સિન્થેટીક એલ એલ પી નામની સિન્થેટિક લેધર બનાવતી ફેકટરીમાં મંગળવારે સાંજના સમયે કેટલાક મજુર મેનેજરની હાજરીમાં બોયલરનું  રીપેરીંગ કામ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક જોરદાર ધડાકો થયો હતો અને ગણતરીની મીનીટમાં ઓઈલ ભરેલી ટેન્કમાંથી આગ ફાટી નીકળી હતી ઘટના એટલી ઝડપથી બની હતી કે મજૂરો અને મેનેજરને ભાગવાનો મોકો પણ મળી શક્યો ન હતો . આગની ઘટનાની જાણ થતા મોરબી ફાયર વિભાગના ફાયર ઓફિસર દવેન્દ્રસિંહ ઝાલા અને તેની ૩ ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને સતત ૩ કલાક સુધી ત્રણ ફાયર બ્રાઉઝરથી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો તો  બોયલર પાસે કામ કરતા વિપુલ ઠાકરશીભાઈ ધોરી, હિતેશ મનસુખ ભાઈ ડેડકિયા  નામના વ્યક્તિ ના ઘટના સ્થળે મોત નીપજ્યાં હતા. જયારે નીતિનભાઈ અમૃતભાઈ ધામેચા નામના 51 વર્ષીય આધેડ ગંભીર રીતે દાઝી જતા તેમને સારવાર અર્થે પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાંથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા એડી નોધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે 

RELATED ARTICLES

Connected us

21,450FansLike
53,070FollowersFollow
3,290SubscribersSubscribe

TRENDING NOW