હળવદ પંથકમાં રહેતા ખેત મજુરી કરતા શ્રમિક પરિવારની સગીર વયની દીકરીને બાબુ મનજીભાઈ નામના શખ્સે લલચાવી ફોસલાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું આરોપીના અ કૃત્યથી સગીરા ગર્ભવતી બની જતા ઘટનાની પરિવારને જાણ થઇ હતી જે બાદ પરિવારે સગીરાને પૂછતા બાબુ મનજી નું નામ સામે આવ્યું હતું જેન આધારે પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ 376 અને પોક્સો એક્ટ હેઠળ સહિતની અલગ અલગ કલમ હેઠળ ગુન્હો નોધી હતી અને તેના વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે.

