મોરબીના ખાનાપરના કેટલાક લોકો દ્વારા રસ્તા પર અડચણ રૂપ બાંધકામ કરી દબાણ કર્યું હોવાની ફરીયાદ આધારે આજે જીલ્લા વિકાસ અધિકારીની સૂચના આધારે ગામમાં ખડકાયેલા દબાણ પર જેસીબી ફેરવી દબાણ દૂર કરવામાં આવ્યું હતું
મોરબી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અવાર નવાર સરકારી જગ્યાં અને ખરાબામાં અવાર નવાર દબાણ સર્જાતા હોય છે. જેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે ત્યારે આવા જ એક દબાણ પર તંત્રનું જેસીબી ફર્યું હતું. મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ખાનપર ગામમાં કેટલાક લોકો દ્વારા રસ્તાને અડચણ રૂપ થાય એ રીતે દબાણ ખડકાયું હોવાની ફરીયાદો ઉઠી હતી આગાઉ ગ્રામ પંચાયતે દબાણ દૂર કરવા સૂચના આપી હોવાં છતાં દબાણ દૂર ન થતાં આજે જિલ્લા વિકાસ અધિકારી દિગ્વિજયસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ દબાણ દુર કરાવવાની આગવી શૈલીથી જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી એ.એમ.છાસીયા ,વિસ્તરણ અધિકારીશ સી.એમ.ભોરણીયા ,તલાટી કમ મંત્રી ખાનપર જયેશભાઇ નકુમ ની ટીમ દ્વારા પોલીસ પ્રોટેક્શન હેઠળ ખાનપર ગામે અમુક આસામીઓ દ્વારા કરેલ દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. જે કાર્યવાહીમા પોપટભાઇ ભલાભાઇ પરમાર દ્વારા જાહેર રસ્તા પર શૌચાલય,ઓધવજીભાઇ બચુભાઇ જાકાસણિયા દ્વારા સિમેન્ટનો ઢારિયો તેમજ દિનેશભાઇ મગનભાઇ જાકાસણિયા દ્વારા પશુદવાખાના વાળી શેરીમા એક રુમ જેટલુ બાંધકામ કરી કરેલ દબાણ દુર કરવા અગાઉ ગ્રામ પંચાયત દ્વારા તમામ આસામીઓને ગુજરાત પંચાયત અધિનિયમ-૧૯૯૩ મુજબ આખરી નોટિસો આપવામા આવેલ તેમ છતા દબાણો દુર કરેલ ન હોય આજે જીલ્લા પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું હતું.