મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં જેલમાં બંધ ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલ દ્વારા સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી મૂકી હતી જેના પર આજે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય લેવાયો હતો સુપ્રીમ કોર્ટે જયસુખભાઈની જામીન પણ સુનવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો સાથે સાથે કોર્ટે જણાવ્યું હતું. અત્યારે નીચલી કોર્ટ અથવા હાઈકોર્ટમાંથી જામીન મેળવવા પ્રયાસ કરવાં તાકીદ કરી હતી આ જામીન અરજીમાં જયસુખ પટેલના વકીલ તરીકે મુકુલ રોહતગી જયારે પીડિત પરિવાર તરફથી ઉત્કર્ષ દવે કોર્ટમાં હાજર રહ્યા હતા
30 ઓક્ટોબર 2022 ના રોજ બનેલી ઝુલતા પુલ દુર્ઘટનામાં 135 લોકોના કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા આ ઘટના બાદ ત્રણ સિક્યુરીટી ગાર્ડ,ટીકીટ ક્લાર્ક મેન્ટેન્સ કરનાર કંપનીના સંચાલકો, ઓરેવાને મેનેજર સહીત 9 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જયારે ત્રણ મહિના બાદ જયસુખભાઈ કોર્ટમાં હાજર થયા હતા જે બાદથી તેઓ મોરબી જેલમાં બંધ છે તો જે પૈકી હાલ 5 આરોપીઓને કોર્ટ જામીન મળી ગયા છે જયારે બાકીના આરોપીઓ જામીન માટે રાહ જોઈ રહ્યા છે