ટંકારામાં આવેલા નગર નાકા પાસે આવેલી જુની જકાત નાકા કચેરી છેલ્લા 30 વર્ષથી બંધ હાલતમાં હોવાથી વાહના ટાયર પંચરનો ધંધો કરતા રમજાન કરીમભાઈ માડકીયા એ તેમાં ભંગાર રાખી દીધો હતો તેમજ બહાર ના ભાગે પતરાની કેબીન મૂકી તેમજ શેડ બનાવી આસપાસ ચણતર કરી લીધું હતુ અને 150 ચોરસ ફૂટ જેટલી જગ્યા દબાવી હતી આ ઉપરાંત હાસમભાઈ આદમભાઈ ભુંગરે જકાતનાકાના મકાનની આશરે 70 ફુટ પશ્વિમે આશરે 120 ચો.ફુટ જગ્યામા ઇંટ આર.સી.સી ના પાકા ચણતરથી દુકાન બનાવી દબાણ કરી લીધું હતું. આ ઉપરાંત આમદભાઈ નુરાભાઈ માડકીયાએ ટંકારા પોલીસ સ્ટેશન સામે આવેલા કલ્યાણપર ગામ તરફ જવાના રસ્તાની બાજુમાં આવેલી ટંકારા ગામના સનદ નંબર 735ની 400 ચોરસ મિટરની જગ્યામા લોખંડનો ભંગાર જુની ભંગાર થયેલ છકડો રીક્ષા સીમેંટીયા પતરા લોખંડ ના પતરા તથા જુનો તોડી પાડેલ કાટમાળ રાખી સરકારી જમીન ઉપર ગેરકાયદેસર કબ્જો કરી જમીન પચાવી પાડી હતી બનાવ અંગે ટંકારા પોલીસે ગુન્હો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી

