રાજકોટમાં રહેતા પરિવારના સદસ્યો આમરણ ખાતે આવેલા દાવલશાપીર દરગાહે દર્શન કરી પરત ફરતા તે દરમિયાન રસ્તામાં તેઓ જે રીક્ષામાં આવ્યા હતા તે રીક્ષાને એક ટ્રકે ઠોકર મારી હતી જેના પગલે તેમાં સવાર બે મહિલાઓ સહિત પરિવારના ૬ લોકોને ઈજા પહોચી હતી બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં રહેતા સબીરભાઇ અલીભાઇ કુરેશીએ તેમના કૌટુંબિક ભાઈ રજાકભાઈ મહમદભાઇ, મોટા બહેન સરીફાબેન અબીબભાઈ કુરેશી, બનેવી હબીબભાઇ રાજેભાઇ કુરેશી, નાના બહેન સાહીરાબેન અલીભાઈ કુરેશી તથા ભાણેજ સીફાબેન સહિતના પરિવારજનો સાથે GJ-03-BX-0703 નંબરની રીક્ષામાં બેસીને આમરણ દાવલશા બાપુની દરગાહે દર્શન કરવા ગયા હતા. આમરણ દર્શન કરીને બપોરના આશરે એકાદ વાગ્યાના અરસામા રાજકોટ જવા સર્વે પરિવારજનો રવાના થયેલ ત્યારે રીક્ષા સબીરભાઇ ચલાવતા હતા. તેમણે વાયા ધ્રોલ થઇને જવાનુ હોય જેથી આમરણ થી જોડીયા જવાના રોડ ઉપરથી નીકળ્યા હતા. આમરણ થી જોડીયા રોડ તરફ જતા મેલડી માતાના મંદીર પાસે નદીનો પુલ ઉતરતી વખતે GJ-37-T-8963 નંબરનો ટ્રક પૂર ઝડપે આવ્યો હતો અને રીક્ષા સાથે અથડાયો હતો. અકસ્માતને પગલે રીક્ષા પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં સરીફાબેનની જમણા પગની આંગળી કપાઇ ગઈ હતી જ્યારે સબીરભાઈ સહિતના અન્ય પરિવારજનોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બનાવ બાદ ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે સબીરભાઈએ જીજે 37 ૮૯૬૩ નંબરના ટ્રક ચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુન્હો નોધી તપાસ હાથ ધરી છે